Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : દેશમા 100 કરોડ રસીકરણ પૂર્ણ કરવા બદલ પ્રધાનમંત્રી તેમજ કોરોના વોરિયર્સનું જીનવાલા શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા અભિવાદન કરાયું.

Share

દેશમાં 100 કરોડ રસીકરણ પૂર્ણ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનુ તેમજ દેશના નાગરિકોનું અભિવાદન આજરોજ ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા યુવા મોરચા અંકલેશ્વર શહેર અને ઇ.એન. જીનવાલા હાઇસ્કૂલના સહયોગ દ્વારા માનવ સાંકળ રચી અભિવાદન કરવામાં આવ્યું હતું.

જેમાં ભારત જેવા 135 કરોડની આબાદીવાળા દેશમાં 100 કરોડનું વેકશીનેશન પૂર્ણ કરવું એ ઘણી મોટી અને મહત્વની વાત છે. મહામારી દરમિયાન ખડે પગે રહીને ટાર્ગેટને પૂર્ણ કરનારને સન્માનવા અને તેઓમાં જુસ્સો વધારવા માટે સમગ્ર દેશમાં 100 કરોડ વેક્સીનેશન અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ગતરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી., નેત્રંગ, ઝગડીયા, વાલિયા, હાંસોટ, જંબુસરમાં પણ કોરોના વોરિયર્સને બિરદાવા માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર પંથકની ઇ.એન. જીનવાલા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મેદાનમાં 100 આંક બનાવી માનવ સાંકળ રચી કોરોના વોરિયર્સ સહીત પ્રધાનમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

મુકેશ વસાવા, અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ખેડામાં એસટી બસ ટ્રકમાં ઘૂસી ગઈ, અકસ્માતમાં 32 મુસાફરો થયા ઈજાગ્રસ્ત

ProudOfGujarat

મહેમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન પર હુમલો કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : દહેજની બાયોસ્કેપ કંપનીમાં કામ કરતી મૃતક બાળકી માત્ર 16 વર્ષની હોવાનું સામે આવ્યું : તંત્રની બેદરકારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!