Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ ગ્રેડ પે વધારાના સમર્થનમાં કરજણ ટોલનાકા નજીક ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો.

Share

ગુજરાત પોલીસ દ્વારા ગ્રેડ પે ની માંગણીના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા કરજણ ટોલ નાકા નજીક ચક્કાજામનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પીન્ટુ પટેલ સહિત કોંગી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. મીડિયા સમક્ષ કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પીન્ટુ પટેલે જણાવ્યું હતું કે જે પ્રજાની સુરક્ષા માટે ૨૪ કલાક ખડેપગે તૈનાત રહે છે.

તે પોલીસ કર્મીઓના ગ્રેડ પે વેતનમાં સરકારે વધારો કરવો જોઈએ. જો આ બાબતે સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં નહિ આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તેઓએ ઉચ્ચારી હતી. ટોલનાકા નજીક ચક્કા જામ કરી રહેલા કોંગી આગેવાનો સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ : નારાયણ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ-શાળા પરિવારે “100 % BHARUCH” ની માનવ સાંકળ બનાવી મતદાનનો સંદેશો આપ્યો.

ProudOfGujarat

ડિફેન્સ સેક્ટર અંગે ઉદ્યોગકારોને સમજણ આપવા સુરત ચેમ્બરની ડિફેન્સ સેક્રેટરીને રજૂઆત

ProudOfGujarat

વલસાડ નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!