Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માંડવા ટોલ પ્લાઝા નજીક ખાનગી લકઝરી બસમાં ભીષણ આગ લાગી.

Share

ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે નં.48 માંડવા ટોલ પ્લાઝા નજીક ગઇકાલે રાત્રે એક ખાનગી ટ્રાવેલર્સ બસમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી.

આ બસ સુરતથી મુસાફરો લઈને અમરેલી તરફ જઇ રહી હતી ત્યારે અંકલેશ્વર અને ભરૂચ વચ્ચેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહી ત્યાં જ ટાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મુલદ ટોલ પ્લાઝાથી માંડ 500 મીટર દૂર બસને થોભાવી દેવાઇ હતી. આ આગને પગલે મુસાફરોએ ચિચાયરીઓ કરતા સમય સૂચકતા વાપરી સળગતી બસમાંથી બહાર નીકળી આવતા તમામનો આબાદ બચાવ થયો હતો. આગ અંગે અંકલેશ્વર DPMC અને ભરૂચ પાલિકાને કરતા 3 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે અંકલેશ્વરથી ભરૂચ તરફની હાઈવેની લેન ઉપર વાહનોનો ચક્કાજામ થઈ ગયો હતો. આ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં કોંઢ ગામે આવેલ જવેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી, શટર તોડી અપાયો ચોરીને અંજામ, સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાની શહેરા પોલીસે બાતમીના આધારે એક મારુતિ સુઝુકી કાર માંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે દારૂની હેરાફેરી કરનાર અંધારાનો લાભ લઈ ફરાર થવામાં સફળ રહ્યો હતો

ProudOfGujarat

“સ્ત્રીઓ વિના જીવન નથી” : સુહૃદ વર્ડેકર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!