Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાના કચ્છીપુરા ગામે ઊંટના મોતનો મામલો, જીપીસીબી એ ONGC ને ફટકાર્યો લાખોનો દંડ

Share

ભરૂચના વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25 થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGC ને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25 થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે. તેલના દરિયા ઉપર તરત સૂકાભંઠ વિસ્તાર સમાન ભરૂચ જિલ્લામાં ONGC ની પાઇપલાઇનમાં લિકેજના કારણે ક્રૂડઓઇલ મિશ્રિત પાણી કચ્છીપુરા નજીક એકત્ર થયું હતું જે પીવાથી ઊંટના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ મામલે સ્પષ્ટ નિષ્કર્ષ સુધી પહોંચવા ઊંટના પોસ્ટમોટર્મ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે પણ લીકેજના કારણે ઓઈલનું નાનું તળાવ બનવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGC ને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારી દેવામાં આવ્યો છે. ઊંટના મોતની ઘટના સામે આવ્યા બાદ જીપીસીબીએ પાણીના સેમ્પલ લીધા હતા જેના પૃથ્થકરણના અહેવાલ સામે આવ્યા બાદ ઓએનજીસી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓએનજીસીની ક્રૂડની લાઇન લીકેજ થવાથી પાણી એકત્રિત થયું હતું જે પાણી ઊંટે પીધું હતું. ONGC એ આદેશ મળતા તાત્કાલિક ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે ટેક્નિકલ ટીમ રવાના કરી લીકેજ બંધ કરાવી ઓઈલનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાની પ્રક્રયા શરૂ કરી છે. આ મામલાને લઈ ONGC તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા ખાતે ભાજપા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં કોલેજ રોડ નજીક ઉત્કર્ષ સોસાયટી પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા.

ProudOfGujarat

વાગરા તાલુકાનાં દહેજના પંચવટી આશ્રમમાં પાણી અને ગેસના કનેશન માટે ધારાસભ્યને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!