Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચાલો ભેગા મળીને લકવા મુક્ત દુનિયા બનાવીએ ની નેમ સાથે વિશ્વ પક્ષાઘાત દીવસની ભરૂચમાં કરાઇ ઉજવણી…

Share

આજે ૨૯ ઓકટોબર એટલે વિશ્વ પક્ષાઘાત દીવસ નિમિત્તે ભરૂચના ફિજીઓથેરાપી ડૉ. સ્નેહા બાબરીયા દ્વારા શહેરના ડો.બી આર આંબેડકર હોલ ખાતે એક કાર્યક્રમ યોજવામ આવ્યો હતો, જેમાં ઘણા અપંગ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દર ચારમાંથી એક વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન લકવો થઇ શકે છે, તેમાંના ૧ તમે ના બનશો જે અંગેની માહિતી આ કાર્યક્રમ થકી લોકોને આપવામાં આવી હતી.

ભરૂચમાં વર્ષોથી કાર્યરત એવા ડો.સ્નેહા બાબરીયા દ્વારા લકવાગ્રસ્ત દર્દીઓને વિના મૂલ્યે આજે આ કાર્યક્રમ થકી ફિજીઓથેરાપીની જરૂર કેમ પડે તે અંગેની માહિતી આપી હતી, લકવા મુક્ત દુનિયાની નેમ સાથે દર્દીઓને સ્વસ્થ કરવાના ઉદ્દેશ સાથે યોજવામાં આવેલ કાર્યક્રમની લોકોએ પ્રસંશા કરી ડો. સ્નેહા બાબરીયાને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કલેક્ટરશ્રી અમિત અરોરાનાં અધ્યક્ષ સ્થાને ૨ જુલાઈનાં રોજ જિલ્લા તકેદારી સમિતીની બેઠક યોજાશે.

ProudOfGujarat

ભરૂચ : ડુંગરી વિસ્તારની પાણીની ટાંકી તૂટી પડવાથી આ વિસ્તારોને પાણી મેળવવામાં તકલીફ પડશે જાણો કયા ?

ProudOfGujarat

ભરૂચ : કેબલ બ્રિજ પર આઇસર ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!