Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં ધારાસભ્ય અક્ષય પટેલનાં હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરાયું.

Share

કરજણ તાલુકાના કોલીયાદ સ્થિત લાયન્સ ક્રિકેટ ક્લબ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ કરજણ – શિનોર – પોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટની પ્રથમ મેચ પાલેજ અને વલણની ક્રિકેટ ટીમો વચ્ચે રમાઇ હતી. ધારાસભ્ય અક્ષય પટેલે ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ધારાસભ્ય અક્ષય પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે લાયન્સ ક્રિકેટ ક્લબ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માટે હું શુભેચ્છાઓ પાઠવું છું અને મેસરાડ બાદ કોલી યાદ ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે ત્યારે ગામના સરપંચ અશ્વિન પટેલ સહિત લાયન્સ ક્રિકેટ ક્લબના તમામ સદસ્યોને હું શુભકામનાઓ પાઠવું છુ અને આવનારા દિવસોમાં કોલીયાદ ગામમાં સ્પોર્ટ્સ ક્લબ બને એવી શુભકામનાઓ પાઠવું છું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ ઈસ્માઈલ મતદાર, આરીફ બાપુજી, ગામના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કલેક્ટરશ્રી અમિત અરોરાનાં અધ્યક્ષ સ્થાને ૨ જુલાઈનાં રોજ જિલ્લા તકેદારી સમિતીની બેઠક યોજાશે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં એક જ દિવસમાં બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર.

ProudOfGujarat

વડોદરા : કરજણ નગરના ગુરુકૃપા સોસાયટી પાછળ આવેલા કાચા પાકા ગેરકાયદેસર દબાણો ઉપર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!