Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંન્નિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની આન બાન અને શાન સાથે શાનદાર ઉજવણી કરાઈ.

Share

લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં આજે કેવડિયા ખાતે ૩૧ મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ સરદાર સાહેબને પુષ્પાજલી અર્પી એકતા પરેડમા સહભાગી બનીને સલામી ઝીલી હતી.

આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું. આ તમામ જવાનોએ આજે એકતા પરેડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં  6 પ્લાટૂન જોડડાઇ હતી.જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લીધો હતો. વર્ષ 2018 પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે એવા 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લીધો હતો. જેમાં બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં 76 સભ્યોપણ ભાગ લીધો હતો.

દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે અને ભારતની ચૌદિશામાંથી પોલીસની ચાર મોટરસાયકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં પહોંચી હતી અને તે પણ આ એકતા પરેડમા સહભાગી થયાં હતા.

રાષ્ટ્રીય એકતા પરેડ પછી વુસુ માર્શલ આર્ટનું નિદર્શન યોજાયુ હતું અને આઈટીબીપીના કોમ્બેટ વ્હીકલના ખોલના અને જોડનાનું નિદર્શન પણ યોજાયુ હતું.રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રાજ્યની સ્કૂલોમાં કાર્યરત બેન્ડની 36 ટીમો વચ્ચે ઇન્ટરસ્કૂલ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્કૂલ બેન્ડ પણ કેવડિયામાં યોજાયેલ એકતા પરેડમાં ભાગ લીધો હતો

એ ઉપરાંત ઓરિસ્સાના ગંજામના કલાકારો રાષ્ટ્રીય એકતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી સૌને મન્ત્રમુગ્ધ કર્યા હતા.આ પ્રસંગે આઝાદીથી અત્યાર સુધીની યાત્રા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ કરાઈ હતી.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સુરતમાં આગની ધટનાઓને ગંભીરતાથી લેતા પાલિકા કમિશનર અને બંછાનિધી પાની દ્વારા સુડા ભવન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

તારક મેહતા શો છોડી હવે આ કામ કરવા લાગ્યો ટપ્પૂ : 9 વર્ષ સુધી સીરિયલમાં કર્યું હતું કામ.

ProudOfGujarat

ગડખોલ ઓવરબ્રિજ પાસેથી જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!