Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારે રેડીયો યુનિટી 90 એફએમ ની મુલાકાત લીધી.

Share

રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારે આજરોજ કેવડિયા ખાતે અદ્યતન ટેકનોલોજીથી શરૂ થયેલા નવા રેડીયો યુનિટી 90 એફએમ ની મુલાકાત લીધી હતી અને સાથે સાથે આ રેડિયો સ્ટેશનને અનેક શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

શીવરામ પરમારે જણાવ્યું હતું કે આ રેડિયો સ્ટેશન અહીં આવનાર દરેક મુલાકાતીઓને પળેપળથી માહિતગાર કરશે તેમજ અહીંના લોકલ કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટેનો એક મજબૂત પાયો બનશે. શિવરામભાઈ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો કલા, સંગીત અને પ્રકૃતિની સુંદરતાથી ભરેલો છે. આવનાર સમયમાં આ રેડિયો સ્ટેશન અહીં આ કલાકારોને આગળ વધવામાં, તેમની કલાને બહાર લાવવામાં એક ઉત્તમ માધ્યમ બની રહેશે. થોડાક સમય પહેલા રેડિયો લુપ્ત થવાના આરે હતો પરંતુ જ્યારથી આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે “મન કી બાત” કાર્યક્રમ શરૂ કર્યો છે ત્યારથી ફરીથી રેડિયો જીવંત થયો છે. આજે ગામે ગામ ફરીથી લોકો રેડિયો સાથે જોડાઈ રહ્યા છે અને રેડિયો પર પ્રધાનમંત્રીની મનની વાતનો આનંદ પણ માણી રહ્યા છે.

ભવિષ્યમાં આ રેડિયો સ્ટેશન ગુજરાત અને ભારતમાં એક ઉત્તમ રેડીયો મથક બની રહે એવી પણ એમણે શુભેચ્છાઓ આપી હતી. આર.જે વિરાટ અને આર જે મહેશ સાથે એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના જીવનની વાતો કરી અને આગળ વધવા માટે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપ્યું હતું આજના ટેક્નોલોજીના યુગમાં દરેક કલાકાર પોતાની કલાને સરળતાથી બહાર લાવી શકે છે અને આ માટે રેડિયો સ્ટેશન પણ એક ઉત્તમ મદદગાર તરીકે સાબિત થશે તેવું પણ જણાવ્યું હતું. આ રેડિયો સ્ટેશનને આગળ લાવવા માટે સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે ત્યારે શિવરામ પરમાર પણ સંગીત અને ટેકનોલોજીલક્ષી કોઈપણ જરૂરિયાત ને પૂરી પાડવા હંમેશા અડીખમ ઊભા રહેશે તેવું જણાવ્યું હતું. આ સાથે તેમણે કેવડિયાના ડેપ્યુટી કલેક્ટર દુબેનો ખાસ આભાર માન્યો હતો.

રાજપીપળામા બાળ કલાકારથી સંગીતની કારકિર્દી શરૂ કરી મુંબઈ સુધી હિન્દી ફિલ્મમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકેની સંઘર્ષમય સફરની ચર્ચા કરતાં શિવરામ પરમારે સઁગીત કળાની રસપ્રદ ચર્ચાઓ એફ એમ રેડિયો પર કરી ખુશી વ્યક્ત કરી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : પાલેજમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન વિહોણા લાભાર્થીઓને મકાનની ફાળવણી કરાઈ.

ProudOfGujarat

નર્મદા માહિતી વિભાગે ટવિટર પર પોસ્ટ કરતા વાઇરલ કરાયેલ ફોટો હાસ્યસ્પદ બન્યો.

ProudOfGujarat

નેશનલ સેફટી ડે ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાનોલી એક કંપનીની સુરક્ષા અંગેના દાવાઓ પોકળ સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!