Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં શીતલ સર્કલ પાસે સત્તા બેટિંગનો જુગાર રમાડતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

ભરૂચ નગર અને આસપાસના વિસ્તારમાં સત્તા બેટિંગનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલ.સી.બી. પોલીસે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને એલ.સી.બી. પી.આઇ જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવતા બે આરોપીઓ સત્તા બેટિંગનો જુગાર રમતા ઝડપાયા હતા. જેમના અંગ ઝડતી તેમજ તેમની પાસેનો મોબાઈલ અને એક્ટિવા મળી કુલ 38,000 કરતાં વધુની મત્તા પોલીસે જપ્ત કરી હતી.

આ બનાવની વધુ વિગત જોતાં એલ.સી.બી. નાં પી.એસ.આઇ બરંડાએ અને તેમના સ્ટાફે શીતલ સર્કલ પાસેથી બે આરોપીઓ સત્તા બેટિંગનો જુગાર રમાડતા ઝડપી પાડયા હતા. આ બે આરોપીઓમાં (1) શકીલ પટેલ (2) ભાયલાલ છોટુ વસાવાની અટક કરી હતી. શીતલ સર્કલ પાસેથી ઝડપાયેલા આ આરોપીઓ પાસેથી અંગ ઝડતીનાં રૂપિયા તેમજ મોબાઈલ અને એક્ટિવા મળી કુલ રૂ.38,200 ની મત્તા પોલીસે જપ્ત કરી હતી આ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી હતી.

Advertisement

Share

Related posts

ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જીલ્લાની ઓરસંગ બે કાંઠે વહેતી થઈ.

ProudOfGujarat

ડાકોર મંદિરના 1200 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ માંગ ઉઠી : 2 બહેનો અધિકાર માટે મેદાનમાં ઉતરી

ProudOfGujarat

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નોકરી આપવાની વાત કહી સિક્યોરિટીની તાલીમમાં મોકલ્યા બાદ આદિવાસી યુવાનો છેતરાયા હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!