Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલ : ટીમ સહાય ટ્રસ્ટ અને જી વોલ્ટ ટ્રાન્સફોર્મર કંપનીનાં સંયુક્ત ઉપક્રમે સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરાયું.

Share

હાલોલ તાલુકાના રવાલીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૨૮૭ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને આજે વડોદરાની એનજીઓ ‘ટીમ સહાય’ અને જી વોલ્ટ ટ્રાન્સફોર્મર પ્રાઈવેટ લિમિટેડ કંપની તરફથી ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં નિઃશુલ્ક ગણવેશ આપવામાં આવ્યા હતા. ગણવેશ મેળવી શાળાના બાળકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી.

આ કાર્યક્રમમાં ટીમ સહાયના પ્રમુખ જયેશભાઇ મિસ્ત્રી, જી વોલ્ટ ટ્રાન્સફોર્મર પ્રાઈવેટ લિમિટેડ કંપની વડોદરાનાં મેનેજીંગ ડાયરેક્ટર અરવિંદભાઈ ગઢવી અને તેઓની ટીમ સાથે સ્થાનિક હાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર, હાલોલ તાલુકા વિકાસ અધિકારી સુખરામ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ, ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ, રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના પ્રમુખ અતુલભાઈ પટેલ, મંત્રી કલ્પેશભાઈ પટેલ સ્થાનિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાનાં આચાર્ય ઘવલભાઈ પટેલ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડીયાદમાં જર્જરિત મકાનની ગેલેરીનો કાટમાળ પડતા કારને નુકસાન.

ProudOfGujarat

અંકલેશ્વર-ચૌટાનાકા વિસ્તારમાં આવેલ શિવ પ્લાઝા કોમ્પલેક્ષ ખાતે થી જુગાર રમતા ૯ જુગારી ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વર ઉમા ભવન પાસે રોડ સાઈડ શાકભાજી ભરેલો ટેમ્પો જમીન મા ખૂંપી ગયો હતો. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!