Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા રેન્જ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા નિવૃત શિક્ષક સાથે રૂ. ૨૭ લાખ ખંખેરનાર નાઈઝીરિયન ગેંગ સાથે ત્રણ ભેજાબાજોને દિલ્હીથી દબોચી લીધા..!!

Share

ગોધરા રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગોધરાના એક નિવૃત શિક્ષક સાથે ફેસબુક એકાઉન્ટ ઉપર ફ્રેન્ડ રીકવેસ્ટ દ્વારા મિત્ર બનાવીને વિદેશમાંથી મોંઘી ગિફ્ટ મોકલવાના અને અમેરિકન ડોલર બનાવી આપવા માટેની વિવિધ તરકીબોમાં અંદાઝે ૨૭ લાખ રૂપિયાની છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ નાઈઝીરિયન ગેંગના ૨ અને એક દિલ્હીના ભેજાબાજને દિલ્હી ખાતેથી ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડવામાં આવતા આંતર રાજય ગુન્હાઓ બહાર આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

ગોધરા ખાતે રામસાગર તળાવ પાસે વિઠ્ઠલ મંદિર ખાતે રહેતા નિવૃત શિક્ષક શ્રીપાદ મુરલીધર સરપોતદારના ફેસબુક એકાઉન્ટ ઉપર શોફિયા કેમરોન નામની અજાણી વ્યક્તિએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલીને મિત્રતા કેળવ્યા બાદ મારે તમને સુંદર ગિફ્ટ મોકલવી છે આ જણાવીને કુરિયર પાર્સલની પહોંચ મોકલ્યા બાદ પાર્સલ છોડાવવા માટે કસ્ટમ ક્લિયરન્સ, મની લોન્ડ્રિંગ માંથી સર્ટિફિકેટ તથા તમારી ગિફ્ટનું પાર્સલ મુકવા માટે બ્રિટીશ સિક્યુરિટીના માણસ તમારા ઘરે આવશે આ જણાવીને ભેજાબાજોએ સૌપ્રથમ નિવૃત શિક્ષક પાસેથી અંદાઝે ₹ ૩ લાખ અલગ અલગ બેન્ક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ તા.૮-૧૦-૨૦૨૧ ના રોજ મોડીરાત્રે અરીહંત ટ્રાવેલ્સના નામે એક ટ્રોલી બેગ સાથે આવેલ એક વિદેશી ચહેરાએ આ ટ્રોલી બેગમાં પૈસા ભરેલા છે અને એમાંથી કેમીકલ વોશ કરીને અમેરીકન ડોલર બનાવવાના છે. પરંતુ અત્યારે કેમીકલ ખલાસ થઈ ગયું છે જેથી ટ્રોલી બેગ ખોલશો નહિ આ જણાવીને રવાના થઈ ગયો હતો.!! ત્યારબાદ આ ભેજાબાજોએ મહિલા મિત્રની આ વાતચીતોમાં અમેરીકન ડોલર બનાવવાના કેમીકલના પ્રોસેસિંગના લોભામણી ઓફરોમાં નિવૃત શિક્ષક, તેઓના ધર્મપત્ની તથા સંતાનોના બેન્ક ખાતાઓમાંથી તબક્કાવાર અંદાઝે ₹ ૨૭ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હોવાના ગુન્હાની તપાસ ગોધરા રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.એન. પરમારે સંભાળીને ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરતા આ ભેજાબાજ ગેંગ દિલ્હી ખાતે રહેતી હોવાનું સર્વેલન્સના અભ્યાસમાં બહાર આવતા વાયરલેસ શાખાના પી.એસ.આઈ.આર.એ. સાઠીયા તથા પોલીસ કર્મચારીઓની એક ટીમ સાથે પી.આઈ.જે.એન. પરમાર ઉત્તરપ્રદેશના ગાજીયાબાદ ખાતે ગુપ્ત વોચ ગોઠવીને આ ગુન્હામાં સંડોવાયેલ નાઈઝીરિયન ગેંગના બે આરોપીઓ (૧) ડેવિડ એડન ફોજીન્દર રહે.મહેરોલી, ન્યુ દિલ્હી અને મૂળ રહે. ઓકાયા સ્ટ્રીટ, રીપબ્લીક ઓફ કોંગો (આફ્રિકા) અને (૨) સોબા ઓગસ્ટીન બેન્સન રહે.શાપુરા, ન્યુ દિલ્હી મૂળ રહે.અનામ્બ્રા, લાગોસ, રીપબ્લીક ઓફ નાઈઝીરીયા તથા પશ્ચિમ દિલ્હીના ન્યુ મહાવીર નગર ખાતે રહેતા પ્રોપર્ટી ડીલર નરેશ સુરેશકુમાર ચોપરાની ધરપકડ કરીને ૧૧ મોબાઈલ ફોનો કબ્જે કરીને ગોધરા ખાતે લાવ્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સત્તાધીશો દ્વારા કાયદેસર તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

પંચમહાલ ગોધરા રાજુ સોલંકી


Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં પાણેથા ગામથી પ્રોહિબિશન એક્ટનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

આમોદમાં અતિવૃષ્ટિના કારણે કૃત્રિમ આફતથી તારાજ થયેલા ગામોની સંદીપ માંગરોલા એ લીધી મુલાકાત.

ProudOfGujarat

આજરોજ દહેજ જી.આઈ.ડી.સી. માં આવેલ ATG ટાયર કંપનીમાં કામ કરતા કામદારોને લોક ડાઉનનાં સમયનો પગાર ના મળતા રોડ પ્લાન્ટ બંધ કરીને રોડ પર ઉતર્યા હતા .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!