Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ નજીક ટ્રેલરે કપચી ભરેલા હાઇવા ટ્રકને ટક્કર મારતા કપચી રોડ પર પથરાતા ટ્રાફિક જામ સર્જાયો.

Share

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ નજીક એક કપચી ભરેલા હાઇવા ટ્રકને ટ્રેલરે ટક્કર મારતા હાઈવા ટ્રકનું ફાલકુ તૂટી જતા કપચી રોડ પર પથરાઈ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિક જામના પગલે થોડા સમય માટે વાહન વ્યવહારને અસર થવા પામી હતી. કપચી માર્ગ પર પથરાઈ જતા કપચીની ઢગલો થઇ જવા પામ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ થોડીવાર માટે હાઇવે પર વાહનચાલકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

સુરત : પીપલોદમાં ગટર સાફ કરવા ઉતરેલ ત્રણ કામદારો ગૂંગળાઇ જવાથી બે ના મોત.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 10 કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ કેસની સંખ્યા 1147 પર પહોંચી.

ProudOfGujarat

રાજ્યસભાના સભ્ય શ્રી અહેમદભાઈ પટેલે અંકલેશ્વર ખાતે મતદાન કર્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!