Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં ફરી કોરોના મહામારીએ માથું ઊંચકતા લોકોમાં ગભરાટ.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝીટીવ દર્દી જણાયા ન હતા જેથી આરોગ્ય તંત્રને હાશકારો થયો હતો કે ધીમા પગલે કોરોના વિદાય લઈ રહ્યો છે. બીજી બાજુ તંત્ર દ્વારા વારંવાર મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે ત્યારે હાલમાં જ ભરૂચ જીલ્લામાં કોરોનાએ માથું ઊંચકયુ હોય તેમ ભરૂચના વાલિયા ખાતેની આદિત્ય નગરની સોસાયટીમાં કોરોના પોઝિટીવના પાંચ કેસ નોંધાયા હતા. જોકે કોરોના પોઝિટીવના પાંચ કેસ નોંધાયા તેમાં ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી છે જેમાં સમગ્ર પરિવાર વૈષ્ણોદેવી દર્શન કરવા ગયા હતા. આમ અન્ય રાજયમાં ફરવા ગયેલ કુટુંબને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જોકે અત્યાર સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તેમ છતાં મળતી માહિતી મુજબ કોરોનાએ માથું ઊંચકાયું હોવાની વિગત સપાટી પર આવી છે.

Advertisement

Share

Related posts

લતા મંગેશકરના નિધન બાદ રાજપીપલા વિજયસિંહ ચોક તથા કેવડિયામાં એકતાનગરમાં રેલવે સ્ટેશન પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવાયો.

ProudOfGujarat

ભરૂચના મનુબર ચોકડી વિસ્તારમાંથી ચોરીની મોટર સાયકલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ટંકારીયાના સિતપોન અને ટંકારીયા ગામ ખાતે વીજ ચેકિંગ હાથ ધરાયું …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!