Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં ૩૦ સેન્ટરો પર મેગા વેકશીન કેમ્પ યોજાયો, હજારો લોકોએ મુકાવ્યો વેકશીનનો બીજો ડોઝ.

Share

આજે 30 નવેમ્બર, ભરૂચ શહેરમાં વૈશ્વિક કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે ૩૦ જેટલા સેન્ટરો ઉપર વેકશીનના બીજા ડોઝનું અયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો.

ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં ૩૦ સેન્ટરો પર યોજાયેલ મેગા વેકશીનેશન કેમ્પમાં વેકશીનનો ડોઝ લેનાર પ્રત્યેક વ્યક્તિને 1 લીટર તેલ તંત્ર તરફથી ફ્રી માં આપવામાં આવ્યું હતું, મેગા વેકશીનેશન કેમ્પમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા આરોગ્ય અધિકારી ધુલેરા, નગરપાલિકા ચીફ ઓફીસર સંજય સોની સહિત તંત્રના અધિકારીઓ વિવિધ સેન્ટરો ઉપર ઉપસ્થિત રહી લોકોને વેકશીનના ડોઝ લેવા માટે જાગૃતિ પ્રદાન કરાવી હતી.

મહત્વનું છે કે જિલ્લામાં અત્યારસુધી 15 હજારથી વધુ લોકોએ વેકશીનનો બીજો ડોઝ લીધો નથી, ત્યારે તંત્ર દ્વારા હવે તાલુકા મથકે અને શહેરી વિસ્તારોમાં વધુમાં વધુ લોકો વેકશીનનો ડોઝ મુકાવી લે માટે મેગા વેકશીનેશન કેમ્પનું આયોજન સતત કરવામાં આવી રહ્યું છે, તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા પણ લોકો વેકશીનનો બીજો ડોઝ ઝડપથી પૂર્ણ કરે તેવી અપીલ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

જળદાર સરદાર સરોવરઃ ડેમની સપાટી 122 મીટર સુધી, એટલે રાજ્યમાં જળસંકટનો અંત…

ProudOfGujarat

સુરત : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત ધોરણ-3 અને 4 નાં ભાષા શિક્ષકોની બે દિવસીય તાલીમ સંપન્ન.

ProudOfGujarat

સુરતમાં ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજીથી 45 ફૂટ ઊંચા રાવણ દહનઃ મોંઢામાંથી નીકળશે આગની જ્વાળા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!