Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા યુવતીનું મોત.

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ભડકોદ્રા ગામની યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળ જ મોત નીપજયું હતું.

અંકલેશ્વર તાલુકાનાં ભડકોદ્રા ગામની નવી વસાહત ખાતે રહેતી 20 વર્ષીય મેઘાબેન ધનસુખભાઈ પરમાર પોતાની એક્ટિવા નંબર જી.જે.16.સી.સી.6998 લઈ નેશનલ હાઇવે ઉપર ભરૂચથી અંકલેશ્વર તરફના ટ્રેક ઉપર પોતાના ઘરે આવી રહી હતી તે દરમિયાન વર્ષા હોટલની સામે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા સવાર યુવતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર તાલુકાના દીવા ગામના પરીવાની દક્ષિણ આફ્રિકામાં કરાયેલ નીર્મમ હત્યા અંગે રાજયસભા સાંસદ અહમદભાઇ પટેલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને રજુઆત કરી છે.

ProudOfGujarat

અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરના તારલાઓ બોર્ડના પરિણામોમાં ચમક્યા, શહેરના ટોપ-10 માં સ્થાન

ProudOfGujarat

ગોધરા તાલુકાના બખખર ગામે ભાજપા સ્થાપનાદિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!