Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા યુવતીનું મોત.

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ભડકોદ્રા ગામની યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળ જ મોત નીપજયું હતું.

અંકલેશ્વર તાલુકાનાં ભડકોદ્રા ગામની નવી વસાહત ખાતે રહેતી 20 વર્ષીય મેઘાબેન ધનસુખભાઈ પરમાર પોતાની એક્ટિવા નંબર જી.જે.16.સી.સી.6998 લઈ નેશનલ હાઇવે ઉપર ભરૂચથી અંકલેશ્વર તરફના ટ્રેક ઉપર પોતાના ઘરે આવી રહી હતી તે દરમિયાન વર્ષા હોટલની સામે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા સવાર યુવતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ : લોકોના સ્વસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોકટરને ઝડપી પાડતી એસઓજી

ProudOfGujarat

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ગામ નાની બેડવાણ ગામે 72 વર્ષ બાદ પ્રથમવાર રકતદાન શિબિર યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના હજાત ગામની સીમમાંથી આવેલ ભરૂડી માતાજીના મંદિર નજીક જુગાર રમતા બે જુગારિયાઓને રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા જયારે અન્ય બે જુગારિયા ફરાર થઇ ગયા હતા .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!