Proud of Gujarat
GujaratFeaturedINDIA

માનવ સેવા ટ્રસ્ટ સાણંદના ચેરમેને પોતાના જન્મદિવસની ઉજવણી કનબુડી પ્રાથમિક શાળાના બાળકો સાથે કરી.

Share

જન્મદિવસ હોય તો આજકાલ લોકો ક્યાં જાય? મોટી મોટી હોટલોમાં જાય, પૈસા ખર્ચીને સ્વાસ્થ્યનો ધુમાડો કરે, પૈસાનો બગાડ કરે અથવા કૃત્રિમ જગતમાં જઈને છેલ્લે માનસિક અસ્વસ્થતાને નોતરે. મોંઘા મોંઘા ઈલેક્ટ્રોનિક ગેજેટ ખરીદે. પણ માનવ સેવા ટ્રસ્ટ, સાણંદના ચેરમેન મનુભાઈ બારોટે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. એમણે ટાટા મોટર્સ અને ફોર્ડ કંપનીની મદદથી પ્રાથમિક શાળા કનબુડીને ચાર કમ્પ્યુટર્સનું દાન અપાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કંપનીનો વિસ્તાર 40 કિલોમીટરના આસપાસના વિસ્તારમાં ચેરીટી કરી શકે. છતાં પણ એમણે પોતાના ખાસ પ્રયત્નો દ્વારા આ શાળાઓ પર પસંદગી ઉતારી હતી કારણ કે અહીં કોમ્પ્યુટર્સની જરૂર છે અને એનો સાચો ઉપયોગ થશે એવું એમને લાગ્યું કે તેઓ છેક સાણંદથી પોતાનો જન્મદિવસ ઉજવવા માટે સહપરિવાર કનબુડી આવ્યા હતા અને કનબુડીમાં જ રહેતા ઉત્તર બુનિયાદી આશ્રમશાળા સામરપાડાના આચાર્ય વિનયભાઈ વસાવાના ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું.પોતાના પરિવાર સાથે કનબુડી પ્રાથમિક શાળામાં જન્મદિવસની ઉજવણી કરી હતી. એમણે આશ્રમશાળા સામરપાડામાં પણ ચાર કમ્પ્યુટર્સ દાનમાં આપ્યા હતા. મનુભાઈ બારોટ એક સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે છતાં પણ એમણે આ સેવા કાર્ય આદર્યું છે.

આ અગાઉ પણ કોરોના કાળમાં એમણે પ્રાથમિક શાળામાં માનવસેવા ટ્રસ્ટ દ્વારા  કનબુડીમાં ટી-શર્ટ તથા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે પ્રાથમિક શાળા કનબુડી શાળા પરિવારે એમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું તથા શાળાના આચાર્ય સંગીતાબેન પટેલ તથા મદદનીશ શિક્ષક મમતા બહેન શર્માએ એમનો શાળા પરિવાર વતી આભાર માન્યો હતો તથા શાળાના બાળકોએ જન્મદિવસનું ગીત ગાઈ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

તાહિર મેમણ : ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી એ સાબરમતી રિવફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2023 નું કર્યું ઉદ્ઘાટન, જાણો મુખ્ય આકર્ષણો

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં વૃદ્ધને ગાયે ભેટી મારતા થાપામા ફેક્ચર : પશુ માલિક વિરુદ્ધ નોંધાયો ગુનો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!