Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં બે દિવસના વરસાદી માહોલ બાદ ઉઘાડ નીકળતા જનજીવન પૂર્વવત થયુ.

Share

સતત બે દિવસ વરસેલા કમોસમી વરસાદને લઇને ઝઘડીયા તાલુકા સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં ચોમાસુ શરુ થયુ હોય એવુ વાતાવરણ દેખાતુ હતું. કમોસમી વરસાદ સતત બે દિવસ વરસતા તેની અસર સ્પસ્ટપણે ઝઘડીયા તાલુકાના જનજીવન પર દેખાતી હતી. વરસાદી માહોલ વચ્ચે ફળી વળેલા શીત લહેરના મોજાથી સમગ્ર તાલુકામાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ હતું. વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકો ખાસ કરીને ઘરોમાં બેસી રહેલા જણાતા હતા. સતત બે દિવસના વરસાદી માહોલ બાદ આજે ત્રીજા દિવસે તડકો નીકળીને ઉઘાડ નીકળતા તાલુકામાં જનજીવન પૂર્વવત થયુ હતું. ચોવીસ કલાક વાહનોની રફતારથી જીવંત રહેતા તાલુકામાંથી પસાર થતા અંકલેશ્વર રાજપિપલા ધોરીમાર્ગ પર બે દિવસના વરસાદી માહોલને લઇને વાહનોની સંખ્યા નહિવત જણાતી હતી, ત્યારે આજે નીકળેલા ઉઘાડ બાદ આ ધોરીમાર્ગ વાહનોની આવનજાવનથી પુનઃ ધબકતો થયો હતો. તાલુકામાં બે દિવસના વરસાદી માહોલ બાદ આજે ત્રીજા દિવસે ઉઘાડ નીકળતા તાલુકાના બજારોમાં પણ ઘરાકીનો માહોલ ખુલવાની આશા વેપારીવર્ગમાં જણાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાત્રે લેસર શો દરમ્યાન જો હોર્ન વગાડશો તો બનશે ગુનો.

ProudOfGujarat

વડોદરા : કરજણ નગરમાં સરકારની ગાઈડલાઈન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરવાનું મુહૂર્ત નિકળ્યું: કુલ ૫૮ ફોર્મ ભરાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!