Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તા.૪ ડીસેમ્બરે વાગરા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઈવ યોજાશે.

Share

કોરોનાની મહામારીમાં કોરોના જેવા ગંભીર રોગથી બચવા હાલ કોવિડ-૧૯ રસીકરણ જ એક માત્ર ઉત્તમ ઉપાય છે. કોરોના સામે લડવાની શક્તિમાં વધારો કરી શકાય તે માટે ૧૮ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોએ કોરોના વિરોધી રસી લેવી જરૂરી છે.

ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ હાલ કાર્યરત છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં તા.૦૪/૧૨/૨૦૨૧ ને શનિવારના રોજ કુલ-૮૬ રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત ૨૨૮૯૦ કોવિડ-૧૯ વેક્સિનેશનના ડોઝ આપવાનું આયોજન કરેલ છે. જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરા દ્વારા વાગરા તાલુકાની સમગ્ર જનતાને અપીલ કરી છે કે જે લોકોનો પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લાભાર્થીઓ આ મહાઝુંબેશનો લાભ લે અને સમાજને સુરક્ષિત કરવા સહભાગી બને.

Advertisement

Share

Related posts

૧૪ માસની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના અવિધા ગામે ગીરો મુકેલ મોબાઈલ પરત નહીં આપી પૈસાની માંગણી કરી માર માર્યો.

ProudOfGujarat

વડોદરા : કરજણનાં મોટી કોરલ ગામમાં આવેલા આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!