Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : પોલીસ ભરતીનો પ્રારંભ થવાથી પોલીસ હેડ કવાર્ટર ખાતે ઉમટી પડેલ મહિલા ઉમેદવારો.

Share

ભરૂચ પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ ભરતીનો આજથી પ્રારંભ થયો હતો. તાજેતરમાં માવઠાને પગલે ભરૂચ પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજવામાં આવેલ મહિલા પોલીસની શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી હતી. જોકે હાલમાં પોલીસ હેડ કવાર્ટર ખાતેના મેદાનો શારીરિક કસોટી અંગે યોગ્ય જણાતા ગુજરાતભરના જુદા-જુદા વિસ્તારોમાંથી આશરે એક હજાર જેટલી મહિલાઓ પોલીસની શારીરિક કસોટી આપવા માટે ભરૂચ ખાતે ઉમટી પડી હતી. સ્વાભાવિક રીતે મહિલાઓ સાથે તેમના એક કે બે કુટુંબીજનો પણ આવ્યા હતા. ગતરોજ તા.5/12/21 ના સમી સાંજના સમયે આ તમામ લોકો આવતા તેમના રહેવા અંગેની સગવડ માટે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. એક તરફે ઠંડીનું વાતાવરણ જણાય રહ્યું હતું તો બીજીબાજુ ગણતરી કરતાં વધુ લોકો ઉમટી પડયા હતા જેથી વ્યવસ્થા અપૂરતી જણાય હતી.

Advertisement

Share

Related posts

વલસાડના પારડીમાં મહિલાને ચોર સમજી વાળ પકડીને ઘસાડીને ગ્રામજનોએ માર માર્યો : પોલીસે છોડાવી

ProudOfGujarat

પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવાની સફળ રજૂઆતને પગલે રાજ્ય સરકારે ૧૫ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી.

ProudOfGujarat

મુંબઈ સ્થિત વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ ચેરમેન તરીકે જગદીશ કપૂરને નિયુક્ત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!