વડોદરામાં ગોત્રી સેવાસી રોડ પર આવેલાં એસબીઆઈનાં બે એટીએમ મશીનોમાં ગુરુવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. વડોદરામાં એસ.બી.આઈ બેંકના એટીએમમાં લાગી ભીષણ આગ લાગવાથી અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
આ બનાવ અંગે વિગતવાર માહિતી જોતા વડોદરાના સેવાસી ખાતે આવેલ એસ.બી.આઈ બેંકના એટીએમમાં આગ લાગી હતી. ગત મોડી રાત્રે એટીએમમાં આગ લાગતાં સાયરન વાગ્યું હતું જેથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું સાથેજ અફરાતફરીનું વાતાવરણ પણ ફેલાઈ ગયું હતું. આગના કારણે સેવાસી ગામના લોકોના ટોળે વળ્યાં હતાં જોકે ફાયર બ્રિગેડના જવાનોને આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનોએએ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે એ.ટી.એમ બળીને ખાખ, લાખો રૂપિયાની નોટ બળીને ખાખ થઈ ગઈ હતી.
વાસ્તવમાં કેટલા ચણલી નોટ કેસ સળગી ગઈ છે તે અંગે હાલ તપાસ થઈ રહી છે. એટીએસ મશીનોમા આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે, પરંતુ શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે.