Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : સફાઇકર્મીઓ વિવિધ માંગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી આવ્યા.

Share

ગુજરાતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં એક સમયે એકાંકી બની ગયેલા કોરોનાએ ફરી ફૂંફાડો મારવાનું શરૂ કર્યું છે ત્યારે હાલ ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા 300 ઉપરાંત સફાઈ કામદારો હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા.

ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા 300 ઉપરાંત સફાઈ કામદારોને છેલ્લા સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી એમ ચાર મહિનાથી પગારથી વંચિત રાખવામાં આવતા સફાઈ કામદારોની પરિસ્થિતિ કફોડી બની છે ત્યારે સફાઈ કામદારોના પ્રશ્નોને વાચા આપી સામાજિક કાર્યકર કમલેશભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે છેલ્લા 2016 થી સફાઈ કામદારોના પી.એફ ના નાણાં 700 રૂપિયા લેખે કાપે છે તે છતાં પણ પી.એફ ના નાણાં આપવા માટે આંખ આડા કાન કરી રહ્યા છે જ્યારે અમે ઓફીસમાં પી.એફ બાબતે પૂછવા જઈ છે ત્યારે અધિકારીઓ કઈ જવાબ આપતા નથી પી.એફ ના નાણાં દબાવી ઉચાપત કરેલ છે. આ ઉપરાંત નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર સફાઇ કામદારની ભરતી કરવામાં આવતી નથી. ત્યારે સામાજિક કાર્યકર સંજયભાઈ ટેહલ્યાણી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પી.એફ ના નાણાં 2016 થી આજદિન સફાઈ કામદારો પાસેથી કાપી તેમણે પરત આપવામાં આવ્યા નથી અને મોટા પાયે પી.એફ ના નાણાં દબાવી ઉચાપત કર્યાનો આક્ષેપ કર્યો હતો.

આ ઉપરાંત પાંચ વર્ષ સુધી ફિક્સ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવી પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે તે સફાઈ કામદારોને સરકારી ધારાધોરણ મુજબ ફૂલ પગાર ચૂકવવામાં આવ્યા નથી અને સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અખિલ ભારતીય મજદૂર સંઘના વરિષ્ઠ મહાસચિવ કિરણભાઈ સોલંકી દ્વારા જે તે સમયે ગાંધીનગર નિયામકમાંથી 106 સફાઈ કામદારોની ભરતી માટે મંજૂરી લાવવામાં આવી હતી જેમાંથી 70 સફાઈ કામદારોને ફિક્સ પગાર ઉપર કાયમી ધોરણે લેવામાં આવ્યા હતા જ્યારે 36 જેટલા સફાઈ કામદારોને ચાર ધોરણ પાસના નિયમ પ્રમાણે બાદબાકી કરવામાં આવી ત્યારે ફરી એકવાર અખિલ ભારતીય મજદૂર સંઘના વરિષ્ઠ મહાસચિવ કિરણભાઈ સોલંકી ગાંધીનગર ખાતે જઈ નિયામક રજૂઆત કરી હતી કે સફાઈ કામદારોને ચાર ધોરણ પાસના નિયમમાંથી મુક્તિ આપો. ત્યારે ગાંધીનગર નિયામક આ બાબતને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો કે લખી વાંચી શકે તેવા સફાઈ કામદારોને ભરતી કરી શકાશે. આમ હાલ પણ 36 જેટલા સફાઈ કામદારોની ઉંમર થવા આવી તે છતાં પણ તેઓને કાયમી કરવા આવતા નથી. જેથી આજરોજ 300 ઉપરાંત સફાઈ કામદારો પોતાની માંગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અંકલેશ્વરની સહજાનંદ કંપનીમાંથી શંકાસ્પદ એસિડિક કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર ઝડપી પાડતું પ્રકૃતિ સુરક્ષા મંડળ….

ProudOfGujarat

ભરૂચ : તવરા ગામનાં રહેણાંક વિસ્તાર પાસેથી મહાકાય મગર ઝડપાયો.

ProudOfGujarat

હાંસોટની પ્રાથમિક શાળા પાંજરોલી ખાતે ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા શિક્ષકનું સન્માન કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!