ડેડીયાપાડા તાલુકાના શેરવાઈ ગામેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ૧.૧૭૦ કિલો સૂકો ગાંજો પકડાયો છે. જેમાં ગાંજા સાથે આરોપીની ધરપકડ કરાઈ છે. જેમાં ગાંજો આપનાર આરોપી ફરાર થઈ જતા તેને એસ.ઓ.જી નર્મદા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદાએ જિલ્લામાં ગેર કાયદેસર પ્રવૃતી કરતા ઈસમોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોને મળેલી બાતમી આધારે ચૈતરીયાભાઇ ઉર્ફે પેકા પાંચીયાભાઇ વસાવા (રહે.શેરવાઈ તા. ડેડીયાપાડા જી.નર્મદા)ને પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાંથી વેચાણ કરવા માટે રાખેલ વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજો ૧.૧૭૦ કિલોગ્રામ કી.રૂ.૧૧,૭૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે તથા ગાંજો આપનાર સુભાષભાઈ (રહે.ચંદવાડા ધડગાવ નજીક મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા