Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : કંસાલીમાં મારી માટી, મારો દેશ અભિયાનનો પ્રારંભ કરાયો.

Share

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માતૃભૂમિ ને નમન અને દેશના સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે તા.9 થી 31 ઓગસ્ટ દરમિયાન “મારી માટી, મારો દેશ” અભિયાન દેશભરમાં થઈ રહી છે ત્યારે આજરોજ વેરાકુઈ, કંસાલી ગામે જવાન રમેશભાઈ ગામીત હાજર રહ્યા હતા અને ઉપસ્થિત લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. વીર જવાનોની શ્રધ્ધાંજલિ અર્પી હતી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે માંગરોળ તાલુકાના ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસુરિયા, કંસાલીના સરપંચ હરેન્દ્ર ગામીત, વેરાકુઈના સરપંચ કરમાભાઈ ગામીત, આંગણવાડીની બહેનો, શાળાના સ્ટાફગણ તેમજ તલાટી કમ મંત્રી, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા નદીમાં કરોડોનું ગેરકાયદે રેતી ખનન પર્દાફાશ : ભરૂચ-વડોદરા ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત કાર્યવાહી, રૂ. ૩.૨૦ કરોડનો મુદ્દામાલ સીઝ

ProudOfGujarat

છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના સટુન ગામના ખેડૂતો અને ગામના આગેવાનો દ્વારા નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં માટીએડ ગામે આમલખાડીનાં પાણી ખેતરોમાં પિયત તરીકે આપતા ખેડૂતોનાં પાક સુકાઇ જતા ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!