Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી : મોડાસાના ટિંટોઈ ગામને તાલુકો બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપી રજૂઆત

Share

અરવલ્લી જિલ્લાની રચના થયા પછી ભિલોડા તાલુકાનુ વિભાગજન કરીને શામળાજી તાલુકાની કેટલાય વર્ષોથી માંગ હતી, આ વચ્ચે મુખ્યમંત્રીના આગમન પહેલા અટકળો ચાલી રહી છે ત્યારે મોડાસાના ટિંટોઈને તાલુકા મથક બનાવવાની માંગ ઉઠવા પામી છે.

અરવલ્લી જિલ્લાનું વધુ વસ્તી ધરાવતા ટીંટોઇ ગામને તાલુકા મથક બનાવવા માટે ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને સ્વીકારવા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ટીંટોઇ ગામ 12 હજારથી વધુ વસ્તી ધરાવે છે જેમાં નવીન પોલીસ સ્ટેશનમાં 62 ગામનો સમાવેશના સાથે માર્કેટ યાર્ડમાં 70 થી વધુ ગામના લોકો અનાજ લે વેચ કરવા આવે છે. ટીંટોઈ ગામમાં એસ.બી.આઇ તથા બી.ઓ.બી જેવી રાષ્ટ્રીય કૃત બેંકો આવેલી છે અને સાબરકાંઠા જિલ્લા વખતથી ટીંટોઇ જિલ્લા પંચાયત સીટની સાથે તાલુકા પંચાયતમાં ટીંટોઇ-૧ અને ટીંટોઈ -૨ તાલુકા સીટ ધરાવતું એકમાત્ર ગામ છે. ટીંટોઇ યુજીવીસીએલ પેટા વિભાગીય કચેરીમાં 52 જેટલા ગામનો સમાવેશ આવેલો છે તથા ટીંટોઇ થી માત્ર બે કિલોમીટર દૂર અમદાવાદ ઉદેપુર બ્રોડગેજ રેલ્વે લાઈનનું રેલ્વે સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ટિંટોઈ ગામમાં ઉપરોક્ત સુવિધાઓથી સજજ ગામને તાલુકા મથક બનાવવા માટે ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માંગ કરી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

હલદરવામાં બાવા લુણ ર.અ. ના ઉર્સની શાનદાર ઉજવણી..

ProudOfGujarat

ભરૂચના ચાવજ ગામે તા. 22 માર્ચથી શરૂ થતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની તડામાર તૈયારીઓને આખરી અપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!