ભરૂચ નજીકનાં રહાડપોર ગામનાં ઉમેદવારોએ રિકાઉન્ટીંગની માંગણી કરી હતી પરંતું રિકાઉન્ટીંગની માંગણી ન સ્વીકારાતા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્ર દ્વારા રહાડપોરના લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ભરૂચ તાલુકાના રહાડપોર ગામનાં ઉમેદવારોએ તાજેતરમાં ગામ પચાયતની યોજાયેલ ચૂંટણી અંગે રિકાઉન્ટીંગની માંગણી કરેલ હતી પરંતું તે માંગણી નહી સ્વીકારેલ અને તેમને મતગણતરી મથકમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતાં તેથી ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર દ્વારા રહાડ પોર ગામનાં લોકોએ માંગણી કરી હતી કે હાલ યોજાયેલ ચૂંટણીના કુલ ૪ સરપંચ પદના ઉમેદવારો હતા તેમાં ગણતરી થતા પ્રથમ મુમતાઝબેનન ૬૦ વોટથી જીતેલા ઉમેદવાર જાહેર કરેલા અને તે જાહેરાત ચુંટણી અધિકારીએ પબ્લીક સમક્ષ જાહેર કરેલ હતુ. બાદમાં ૧૦ મિનિટ પછી ફરીથી ચુંટણી અધિકારીએ પબ્લીક સમક્ષ એમ જાહેર કરેલ કે, “ રાહડપોરના સરપંચ ના ઉમેદવાર મુનેરાબેન ૪૦ વોટથી જીતે છે. આ દરમિયાન જે હારેલા ત્રણ ઉમેદવાર હતા તેઓએ રીકાઉન્ટીંગની માંગણી કરતા ચૂંટણી અધિકારી તથા પોલીસે તમામને ધકકા મારી ઉમેદવારોને રીકાઉન્ટીંગ નહી થાય તેમજ કાઉન્ટર છોડવા મજબુર કરી દીધા હતા. બાદમાં ત્રણેય સરપંચ પદના ઉમેદવારોએ લેખિતમાં ચુંટણી અધિકારીને રીકાઉન્ટીંગ કરવા માટે અરજી આપેલ જેની સામે ચુંટણી અધિકારીએ રીકાઉન્ટીંગ કરવાની મનાઈ કરી દીધેલ જેની કોપી આ અરજી સાથે સામેલ કરવામાં આવી હતી. ગામ લોકોએ ચુંટણી અધિકારીને માન મર્યાદા આપવા છતા ગામલોકોને હેરાન કરવામાં આવ્યા હોવાનો અને મતદાન પેટીઓ બસમાં લઈ જવાને બદલે પ્રાઈવેટ વાહન ઈકોમાં લઈ જવામાં આવેલ હતી તેમાં જ પેટીમાં બેવાર ચકકર લગાવવામાં આવેલ હતા તેમ છતા સરપંચના ઉમેદવારોએ કોઈ વિરોધ કરેલો નહી. કેમ કે ગામની શાંતિનો સવાલ હતો ગામવાસીઓની માંગ છે કે આ મુનીરાબેનને સરપંચ તરીકે ગામ પંચાયતમાં બેસાડતા પહેલા ગામ લોકોની અપીલ છે કે ગામલોકોને સાંભળવામાં આવે તેવી માગ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે.