Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાંગના સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘએ પાઠવ્યું આવેદન.

Share

નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન ફરી ચાલુ કરવા માટે ડાંગના સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નવીનીતભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષક સંઘની માંગણી છે કે નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવામાં આવે. આવેદનપત્ર આપવા માટે સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે સુબીર તાલુકાના તાલુકા અને જિલ્લા સંઘના કારોબારી સભ્યો કેન્દ્ર શિક્ષકો તથા તમામ શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શામજીભાઈ પવારના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. સૌ મિત્રોનો આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જયરાજ પરમાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. હવે પછી જિલ્લા કક્ષાએ કરવાના ધરણાના કાર્યક્રમમાં સુબીર તાલુકામાંથી વધુમાં વધુ શિક્ષકો જોડાઈ અને આપણું સંગઠન મજબૂત બનાવીએ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

આફ્રિકા ખંડમાં વસ્તા ભારતીયો પર થતા હુમલા અટકાવવા બાબતે ભરૂચ જીલ્લ સમાહર્તા ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી…..

ProudOfGujarat

ભરૂચ ના લિંકરોડ ઉપર ચોરી ની ઘટનાઓ ને અંજામ આપનાર એક શખ્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો

ProudOfGujarat

લીંબડીમાં પાણીજન્ય રોગ એ ભરડો લીધો ૬૦ થી વધુ ઝાડા-ઊલટીના કેસ નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!