Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાના પ્રાથમિક કુમાર શાળા ઈલાવ ખાતે બાળમેળો યોજાયો.

Share

પ્રાથમિક કુમાર શાળા ઇલાવમાં ગિજુભાઈ બધેકા લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8 બાળકો દ્વારા પંચર બનાવવું, ફ્યુઝ જોડાણ, કુકર બંધ કરવું, સ્ક્રૂ બંધ કરવા જેવી પ્રવૃત્તિ કરવામાં આવી.

સાથે જ આનંદમેળાનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધોરણ 6 ના બાળકો ડિનલબેનના માર્ગદશન હેઠળ ચટપટી ભેળનો સ્ટોલ મુકવામાં આવ્યા. ધોરણ 7 ના બાળકો સરોજબેનના માર્ગદર્શન દ્વારા ઇન્ડીયન પાણીપુરી અને સ્ટાર સમોસાનો સ્ટોલ ખોલવામાં આવ્યો હતો,ધોરણ 8 ના બાળકો રૂપલબેનના માર્ગદર્શન દ્વારા ચણાદાળ અને વેજ સલાડનો સ્ટોલ મુક્યો હતો. જેમાં બાળકો તેમજ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બાળકોએ પોતે જ વેપારી છે એવો અનુભવ કર્યો હતો. તમામ બાળકો સહ ભાગીદારીથી કાર્ય કરેલ છે. શાળાના આચાર્ય દિપક સોલંકી દ્રારા શિક્ષકો અને તમામ બાળકોને શુભકામનાઓ પાઠવી હતી. બાળકો ખૂબ જ આગળ વધે એવી આશા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદમાં જિલ્લા ભાજપ દ્વારા ખેડા લોકસભા વિસ્તારની વિશાળ જનસભા યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વરમાં નવાગામ કરારવેલ ગામે ભારતનું સૌથી મોટું મશરૂમ ફાર્મ

ProudOfGujarat

પરણિત પ્રેમિકા ની હત્યા કરનાર પ્રેમ ને મધ્યપ્રદેશ થી ઝડપી પડતી નવસારી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!