Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : સિંધુરી માતા પાસે આવેલી માર્કેટીંગ યાર્ડને ચાલુ કરવાની માંગ કરાઇ.

Share

ગોધરાના સિંધુરી માતા મંદિર પાસે આવેલી એપીએમસી માર્કેટયાર્ડ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ અવસ્થામાં હોવાના કારણે જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે અને ચારેય તરફ અસંખ્ય ગંદકી અને ઝાડી ઝાંખરા ઉગી નીકળેલ છે તેમજ તેની ચારેય બાજુમાં બનાવેલ કમ્પાઉન્ડ વોલ સ્ટ્રીટ લાઈટ અને મેન દરવાજાના ગેટ તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા. જો ગોધરાના સિંધુરી માતા મંદિર પાસે આવેલી એપીએમસી માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો અહીં જે તે સમયના રાજકીય પક્ષના નેતાઓ દ્વારા ઉદ્દઘાટન કર્યા બાદ તેનો ઉપયોગમાં લેવામાં ન આવતા આ એપીએમસી માર્કેટયાર્ડ હાલમાં એક વેરાન બની જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે. ગોધરાના સિંધુરી માતા મંદિર પાસે આવેલી એપીએમસી માર્કેટયાર્ડ તા. 25-05-2005 માં જે તે સમયના રાજકીય પક્ષના નેતાઓ દ્વારા ઉદઘાટન કરી ખુલ્લી મુકવામાં આવી હતી પરતું ઉદઘાટન કર્યા બાદ આ માર્કેટને ઉપયોગમાં લેવામાં ન આવતા આ માર્કેટ યાર્ડમાં અસંખ્ય ગંદકી અને કાંટાળી વનસ્પતિઓ સહિત ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે.

હાલમાં આ એપીએમસી માર્કેટયાર્ડના 17 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ માર્કેટયાર્ડનો ઉપયોગ ન કરવામાં આવતા અનેક સવાલો એ ચર્ચાનું સ્થાન લીધું છે ત્યારે આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો દ્વારા આ વિસ્તારમાં આવેલી ગોધરાના સિંધુરીમાતા મંદિર પાસે એપીએમસી માર્કેટયાર્ડ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ગોધરાના સિંધુરી માતા મંદિર પાસે રહેતા ડૉ શ્યામસુંદર શર્મા અને વિઠ્ઠલભાઈ પરમારે જણાવ્યું હતું કે ગોધરાના સિંધુરીમાતા મંદિર પાસે આવેલી એપીએમસી માર્કેટયાર્ડની જગ્યા વિશાળ પ્રમાણમાં મોટી છે અને આ જગ્યાનો કોઈપણ પ્રકારે ઉપયોગમાં આવતી નથી માટે આ જગ્યાએ જે શહેરા ભાગોળ ફાટક પાસે સવારે ઘણા બધા લોકો ગ્રામ્ય વિસ્તારમાથી આવી શાકભાજી વેચવા માટે બેસતા હોય છે અને તેની ખરીદી કરવા માટે પણ ઘણા લોકો આવતા હોય છે ત્યારે આ સમય દરમિયાન ટ્રાફિકની ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે જો આજ શાકભાજી વેચવાવાળા લોકોને સિંધુરી માતા મંદિર પાસે આવેલી એપીએમસી માર્કેટયાર્ડમાં બેસાડવામાં આવે તો મહદઅંશે ટ્રાફિકની સમસ્યા ઓછી થાય અને શાકભાજી વેચવાવાળા લોકોને રાહત થાય તેમજ પાર્કિંગની સમસ્યાઓ ઊભી થાય નહીં તથા આ જગ્યાએ શાકભાજી વેચવાની શરૂઆત કરવામાં આવે તો શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે જે ટ્રાફિકની સમસ્યાઓ ઉભી થાય છે તે નહિવત જોવા મળશે માટે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે બંધ અવસ્થામાં પડી રહેલ સિંધુરીમાતા મંદિર પાસે આવેલી એપીએમસી માર્કેટયાર્ડ ચાલુ કરવામાં આવે તે માટે લોકમાંગ ઉઠવા પામી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વડોદરા શિમ્પી સમાજ દ્વારા 2022 ના વર્ષનું મરાઠી કેલેન્ડરનો વિમોચન સમારોહ યોજાયો.

ProudOfGujarat

દહેજમાં ફરી ઉડયા દારૂ બંધીના ધજાગરા : વિદેશી દારૂ લેવા માટે ખુલ્લેઆમ લોકોની પડાપડી…

ProudOfGujarat

સુરતના ખંડેરાવપુરા વિસ્તારમાં કરફયુ હોવા છતાં જાહેરમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!