Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : તરસાલીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને 30 હજારથી વધુનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ.

Share

વડોદરાના તરસાલી ગામમાં ઉતરાણના પર્વ નિમિત્તે ચાઈનીઝ પ્લાસ્ટિકની દોરીનું વેચાણ કરતા શખ્સને એલસીબી પોલીસે ૩૦ હજારથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.

મળતી વિગતો મુજબ આગામી તા 14/1/22 ના રોજ ઉતરાયણ પર્વ હોય જેને અનુલક્ષીને વડોદરામાં ચાઈનીઝ દોરા ગુબારા સહિતની વસ્તુઓનું વેચાણ થતું હોય તેને રોકવા માટે આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે પીસીબી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હોય તે સમયે બાતમીના આધારે તરસાલી ગંગાસાગર સોસાયટી ગુરુદ્વારની બાજુમાં આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં કબીર રિલ &પતંગ સેન્ટરમાં ચાઈનીઝ પ્લાસ્ટિકની દોરીનું વેચાણ કરતા અલ્તાફ ગફારભાઈ મેમણ ઉંમર વર્ષ 42 રહેઠાણ ૧૩૭ મી પાર્ક તરસાલી શાકમાર્કેટ પાછળ વડોદરાને પોલીસે ચાઈનીઝ પ્લાસ્ટિકના દોરાની રીલનું વેચાણ કરતા કુલ નંગ 214 કિંમત રૂપિયા 30,650/- સાથે ઝડપી લઈ તેની ધરપકડ કરી છે અને આઇપીસી કલમ 188 જી પી એક્ટ ની કલમ 131, 117 મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એલ.સી.બી. એ પ્રોહીબિશનના ગુનામાં 10 માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

લીંબડી ખાતે ઓરી-રૂબેલા રસીના રસીકરણનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

ProudOfGujarat

31મી ઓક્ટોબર પીએમ મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ કાર્યક્રમને આખરી ઓપ અપાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!