Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : તરસાલીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને 30 હજારથી વધુનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ.

Share

વડોદરાના તરસાલી ગામમાં ઉતરાણના પર્વ નિમિત્તે ચાઈનીઝ પ્લાસ્ટિકની દોરીનું વેચાણ કરતા શખ્સને એલસીબી પોલીસે ૩૦ હજારથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.

મળતી વિગતો મુજબ આગામી તા 14/1/22 ના રોજ ઉતરાયણ પર્વ હોય જેને અનુલક્ષીને વડોદરામાં ચાઈનીઝ દોરા ગુબારા સહિતની વસ્તુઓનું વેચાણ થતું હોય તેને રોકવા માટે આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે પીસીબી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હોય તે સમયે બાતમીના આધારે તરસાલી ગંગાસાગર સોસાયટી ગુરુદ્વારની બાજુમાં આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં કબીર રિલ &પતંગ સેન્ટરમાં ચાઈનીઝ પ્લાસ્ટિકની દોરીનું વેચાણ કરતા અલ્તાફ ગફારભાઈ મેમણ ઉંમર વર્ષ 42 રહેઠાણ ૧૩૭ મી પાર્ક તરસાલી શાકમાર્કેટ પાછળ વડોદરાને પોલીસે ચાઈનીઝ પ્લાસ્ટિકના દોરાની રીલનું વેચાણ કરતા કુલ નંગ 214 કિંમત રૂપિયા 30,650/- સાથે ઝડપી લઈ તેની ધરપકડ કરી છે અને આઇપીસી કલમ 188 જી પી એક્ટ ની કલમ 131, 117 મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ભાલોદ ગામ ખાતેના રહેણાંક વિસ્તાર પાસેથી મહાકાય મગર ઝડપાયો, વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો

ProudOfGujarat

ગોધરા ના શહેર તાલુકાનાં ખંડિયા ચોકડી નજીક અવાવરુ સંતાડી રાખેલ પોસ ડોડા ના છાલા સાથે પોલીસે બે વ્યક્તિ ની અટક કરી રૂપિયા પાંચલાખ ૪૨ હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

ProudOfGujarat

ભરૂચ : દહેજની બાયોસ્કેપ કંપનીમાં કામ કરતી મૃતક બાળકી માત્ર 16 વર્ષની હોવાનું સામે આવ્યું : તંત્રની બેદરકારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!