Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં પ્રતિન ઓવરબ્રિજ નજીક અજાણ્યા બાઇક સવાર બે ઈસમોએ રાહદારી યુવકને પથ્થર મારી મોબાઈલની લૂંટ ચલાવતા ચકચાર મચ્યો છે…

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ વિસ્તારમાં ગત રાત્રીના સમયે બાઇક પર સવાર થઇ આવેલા બે જેટલા ઈસમોએ ડેડીયાપાડાના ધના ધમાણિયા નામના ઈસમ પાસે આવી પહોંચી તેને પથ્થર મારી ઇજાગ્રસ્ત કરી તેની પાસે રહેલ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

ઘટના અંગે ધના ભાઈએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી અજાણ્યા બાઇક સવાર ઇઅમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, મહત્વનું છે કે અંકલેશ્વરમાં રાત્રીના સમયે લુખ્ખા તત્વોનો આતંક વધ્યો હોય તેમ અવારનવાર સામે આવતી આ પ્રકારની ઘટનાઓ ઉપરથી કહી શકાય તેમ છે.

Advertisement

હાલ તો અવારનવાર બનતી આ પ્રકારની ઘટનાઓ ઉપર અંકુશ મેળવવા માટે જાગૃત નાગરિકો દ્વારા પોલીસ પેટ્રોલીંગમાં વધારો કરે તેવી લોક માંગ કરવામાં આવી છે.


Share

Related posts

ગોધરા લોકડાઉનના જાહેરનામાનો ભંગ બદલ અત્યાર સુધી ૨૩૭ લોકો સામે ફરિયાદ

ProudOfGujarat

ડેમના 5 દરવાજા બંધ કરાયાં, 10 ખુલ્લા દરવામાંથી નર્મદામાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડાયું 

ProudOfGujarat

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં નિગ્રો લૂંટારુના ગોળીબારમાં જંબુસરના યુવાનની હત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!