Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ઉછાલી અવાદર ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ, વનવિભાગને જાણ કરાતા પાંજરું ગોઠવવાની તજવીજ હાથધરી.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ઉછાલી અવાદર ગામની સીમમાં ગત રાત્રીના સમયે ગામ પાસે આવેલ દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની કચેરી પાસે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટની લાગણી છવાઈ હતી, દીપડાના દેખા દેતા આસપાસના ગામ જુના કાસીયા, તેમજ માંડવા ગામ ખાતે વસતા લોકોમાં ફફડાટ છવાયો હતો.

મહત્ત્વ નું છે કે ભરૂચ નજીકના પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની વસ્તી વધુ પ્રમાણમાં હોય અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી જઈ રહી છે, જેમાં કેટલાક બનાવોમાં દીપડા દ્વારા હુમલા કરવાની ઘટનાઓ પણ સામે આવે છે જેમાં મોટા ભાગે પશુઓ પર હુમલાની ઘટનામાં વધારો જોવા મળે છે. હાલ તો આ પ્રકારની ઘટનાઓ સામે વન વિભાગ પણ સતર્ક બન્યું છે અને જે ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓ દેખાઈ રહ્યા છે ત્યાં ત્યાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

વિજ્યા દસમી નિમિત્તે પાલેજ પોલીસ મથક ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કુલ ૩૪૮ બેઠકોના ૯૫૦ ઉમેદવારોનું ભાવી ૧૦.૬૭લાખ મતદારો નક્કી કરશે

ProudOfGujarat

બોરભાઠા ગામે મામા સાહેબના ભંડારામાં હજારો ભક્તોએ લીધો પ્રસાદનો લાભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!