Proud of Gujarat
FeaturedGujaratINDIA

ન્યુઝ 18 ઇન્ડિયા ચેનલનાં એંકર દ્વારા મુસ્લિમ સંત વિષે અભદ્ર ટિપ્પણી કરનારનાં વિરોધમાં આમોદ મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું.

Share

તા.૧૫ મી જુનનાં રોજ ન્યુઝ 18 ઇન્ડિયા ચેનલનાં એંકર દ્વારા મુસ્લિમ સુફી સંત હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી સાહેબ વિષે ન્યુઝ ચેનલના લાઈવ ડિબેટમાં ખરાબ અપમાનજનક શબ્દો ઉચ્ચારાયા હતા. મુસ્લિમ સંતપુરૂષ વિષે યોગ્ય ના હોઇ તેવા શબ્દો બોલીને કોમી એખલાશને ઠેસ પહોંચે તેવું કૃત્ય કર્યુ હતું જેથી તેનો ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજરોજ ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાનાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આમોદ મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં આવેદન પત્ર આપી યોગ્ય ના હોઇ તેવા શબ્દો ઉચ્ચારનાર એંકર વિરુદ્ધ સખત કાર્યવાહી થાય એવી માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવાયા મુજબ અત્યારે આખા દેશે પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનોની મેલી મુરાદો સામે એક થઇને લડવાનું છે ત્યારે રાષ્ટ્રની અખંડ એકતાને ઠેસ પહોંચે તેવું કૃત્ય ચલાવી લેવાય નહિં તેમ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું દેશને અખંડ એકતાની જરૂર છે. ત્યારે બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેવા ઉચ્ચારણો કરનાર પ્રત્યે સખત કાર્યવાહી કરવા માંગ આવેદન પત્ર આપી કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા એ.પી.એમ.સી. ખાતે ટેકાનાં ભાવે તુવેર ખરીદવામાં આવશે.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં બે અલગ અકસ્માતોમાં એક પરપ્રાંતિય શ્રમજીવીનું મોત

ProudOfGujarat

માંગરોળમાં બીટીપી ના કાર્યકરોએ અનુસૂચિત જનજાતિમાં અન્ય 12 જાતિના સમાવેશના વિરોધમાં પ્રદર્શન કરી દેખાવો કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!