Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રેમ પ્રકરણની ઘરે જાણ થતાં માતાએ ઠપકો આપ્યો, યુવતી મહિસાગર પુલ પર પહોંચી

Share

આણંદમાં રહેતી ઉચ્ચ શિક્ષિત પરિવારની પુત્રીના પ્રેમપ્રકરણની જાણ ઘરે થતા માતા ગુસ્સે ભરાયાં હતાં અને ઠપકો આપ્યો હતો. આથી, યુવતીને લાગી આવતા તે વાસદ પાસે મહિસાગર પુલ પર પહોંચી નદીમાં કુદી પડી આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પુલ પર પહોંચ્યા બાદ તેની હિંમત ન ચાલતા ત્યાં જ બેસી અને રડવા લાગી હતી. આથી, નજીકના દુકાનદારે અભયમ વિશે માહિતી આપતા યુવતીએ અભયમની મદદ લીધી હતી.

આણંદમાં રહેતી ઉચ્ચ શિક્ષિત પરિવારની ૨૪ વર્ષીય પુત્રી ઘરેથી ઠપકો મળતા ઘર છોડીને આત્મહત્યા કરવા નીકળી હતી. બીએડ્ સુધી અભ્યાસ કરેલી યુવતીને સમાજના જ એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમ પ્રકરણની વાત ઘરે પહોંચતા બબાલ મચી હતી. જોકે તેણીના પરીવારજનો દ્વારા આ સંબંધનો સ્વીકાર કરીને થોડા સમય બાદ લગ્ન કરી આપવાની ખાતરી આપવામાં હતી. પરંતુ આ દરમ્યાન યુવતીની માતાએ આ વિશે વધુ કડક ઠપકો આપતા યુવતી માનસિક દબાણમાં આવી ગઈ હતી જેને કારણે ભારે નબળા વિચારોથી ઘેરાયેલ યુવતી અંદર હૃદયથી ભાગી પડી હતી. અને પોતાની જાતને જ ખતમ કરી દેવાના નિર્ણય સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન તેણી ઘરે કોલેજ જવાનું કહી વાસદ ખાતે આવેલી મહીસાગરના પુલ પર આત્મહત્યા કરવાના ઇરાદે પહોંચી હતી. પરંતુ અહીં આવ્યાં બાદ તેણીની હિંમત ન થતા ત્યાં જ બેસીને જોર જોરથી રડવા લાગી હતી. સવારથી બેસેલી યુવતીને રડતી જોઈ કંઈક અજુકતું અને ગંભીર પરિસ્થિતિ પામી જતા આસપાસના એક દુકાનદારે તેણીનું દર્દ સાંભળી અભયમની મદદ લેવા જણાવ્યું હતું. યુવતી દ્વારા આણંદ અભયમને જામ કરતા ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. દરમિયાન તેણીનું કાઉન્સિલીંગ કરાતા તેણી ઘરે જવા જ તૈયાર થઈ નહોતી. જેથી આખરે અભયમની ટીમ દ્વારા તેના પિતા અને કાકા સાથે વાતચીત કરી તેણને સખી વન સ્ટોપ પર મુકવામાં આવી હતી. યુવતીના પરિવારજનોએ અભયમની ટીમનો ખૂબ આભાર વ્યક્ત કર્યો અને સેવાને બિરદાવી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સાળંગપુર હનુમાન મંદિર પરિસરમાં મીડિયાને હવે ‘નો એન્ટ્રી’, વિવાદ વધતા લેવાયો નિર્ણય, સાધુ-સંતોમાં રોષ!

ProudOfGujarat

રિપીટર વિદ્યાર્થીઓ સાથે બોર્ડમાં આ વર્ષે 2 થી 3 લાખ વિદ્યાર્થીઓનો વધારો થશે.

ProudOfGujarat

જેતપુર પાવી : રંગલી ચોકડી ખાતે નવી બનેલી કોલેજનું રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!