Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદની 5 મહાનગરપાલિકાઓમાં 23,100 EWS આવાસોનું નિર્માણ કરાશે.

Share

ર૩,૧૦૦ EWS આવાસો માટે અને અન્ય વિવિધ હેતુઓ માટે કુલ ૧૦૪.ર૮ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રીલીમીનરી ટી.પી સ્કીમ ૧ર૮ ગેરતપૂરમાં ૧ર૦૦ EWS આવાસો, ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રીલીમીનરી ટી.પી. ૧પ કોલવડામાં ૧પ૦૦ EWS આવાસો તથા ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની પ્રીલીમીનરી ટી.પી સ્કીમ ૪ વરતેજમાં પાંચ હજાર EWS આવાસોનું નિર્માણ થઇ શકશે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફટ ટી.પી સ્કીમ નં.ર૩ જામનગરમાં ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે ૪.૬૬ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૩.૯૬ હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે ૧ર.૧૪ હેક્ટર્સ મળી કુલ ર૬.૭૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ ટી.પી માં સામાજીક આર્થિક રીતે નબળા વર્ગોના લોકો EWS માટે આશરે પ૪૦૦ આવાસો બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે

મુખ્યમંત્રીએ મંજૂર કરેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફટ ટી.પી સ્કીમ નં-૩૩ રૈયા માં ૧૦ હજાર EWS આવાસો બનાવવા માટે ૧૧.ર૬ હેક્ટર્સ સહિત ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે, જાહેર સુવિધા માટે અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે મળીને કુલ ૩૯.૪૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

Advertisement

મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોના સુઆયોજિત વિકાસથી ઇઝ ઓફ લિવીંગ વધારવાની નેમ સાથે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરની એક-એક મળીને કુલ ૩ પ્રીલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. તેમણે આ ઉપરાંત રાજકોટ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧-૧ એમ કુલ બે ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કીમની પણ મંજૂરી આપી છે. જેમાં વિવિધ પ્રકારના કામો થશે.


Share

Related posts

વાઇફાઇની સ્લો સ્પીડથી પરેશાન છો? તો આજે જ આ ટિપ્સથી હાઇસ્પીડ વાઇફાઇનો આનંદ માણો.

ProudOfGujarat

ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના હેતુથી માંગરોળ તાલુકાના વાંકલ ગામે ‘કેશ ક્રેડીટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat

કાપરડા તાલુકાના સુખાલા ગામે રાષ્ટ્રીય પક્ષીમોર નું કરંટ લાગતા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!