Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરાઈ.

Share

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જાણે ખોરંભે ચડી હોય અને લોકોને પોલીસનો દર ન હોય તેમ અવારનવાર હત્યા અને લૂંટના બનાવ બને છે ત્યારે ગઈકાલે વધુ એક હત્યા કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના ઇસનપુરમાં એક યુવકને જાહેરમાં આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક યુવક મંદિર પાસે ઉભો હતો ત્યારે એ સમયે ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ત્રણ હુમલાખોરોમાં એક કિશોર પણ સામેલ હતો તેવું માલુમ પડ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવક શાકની લારીના માલિકો પાસેથી રૂપિયા ઉઘરાવતો હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે યુવકને છરીના આડેધડ ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા એક કિશોર સહીત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી જીવલેણ હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગઈકાલે વધુ એક બનાવ બનતા અસામાજિક તત્વોએ કાયદો જાણે હાથમાં લીધો હોય તેમ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. અવારનવાર થતા હુમલાથી શહેરનો દિવસે દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે.


Share

Related posts

મક્તમપુરની Little Stars High Schoolમાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરુચ જીલ્લાનાં ઝગડીયા તાલુકામાં આવેલ રાજપારડીનાં જી.એમ.ડી.સી. ના લીગનાઈટમાં કોલસા ભરતી વખતે જે.સી.બી માં આગ લાગી જતાં દોડધામ મચી હતી.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાં કામદારને મશીનરી વાગતા ઈજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!