Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાની કોલેજના મહિલા પ્રોફેસરને છરી વડે મારવા દોડ્યો પ્યૂન, જાણો શું છે સમગ્ર મામલો

Share

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના સહ-પ્રોફેસરને છરી વડે હુમલો કરવા પૂર્વ પટાવાળો આવ્યો હતો. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં દસ વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે બાયોમેડિકલ વિભાગમાં ફરજ બજાવતા યોગિતા બહેન પરીખે આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી પ્રોફેસરને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પટાવાળાની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પટાવાળા તરીકે કામ કરતા જીગરભાઈ પ્રમોદભાઈ પરમાર પ્રોફેસરની લેબના સામાનને પરવાનગી વગર અડકતો હતો અને ફરિયાદી લેબ ખોલવાનું કહે તો ખોલતો ન હતો. અગાઉ જીગરે ફરિયાદીનું એક્સેસ ટુ વ્હીલર ડિફ્લેટ કર્યું હતું. આ અંગે ફરિયાદીએ પટાવાળા સામે મેનેજમેન્ટને મૌખિક ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે મેનેજમેન્ટે જીગરભાઈને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જેથી પટાવાળો હાથમાં ચપ્પુ લઈને ફરિયાદીની પાછળ દોડ્યો હતો.

Advertisement

સ્ટાફે બૂમાબૂમ કરતાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ચાલ્યો ગયો હતા. આમ, આરોપીઓએ ફરિયાદીને ધમકી આપતા ફરિયાદીએ મેનેજમેન્ટને કરેલી રજૂઆત બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી પોલીસે ધરકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વડોદરા : કરજણ ફાયર વિભાગ દ્વારા કટોકટીના સમયે લેવાતા પગલા વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશના જિલ્લાના ૪૬૨૫૨ ફોર્મ ભરાયા.

ProudOfGujarat

ભરૂચ : મુલદ ટોલનાકા પાસે ફરી ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાઈ ફાસ્ટટેગ બાદ પણ ટ્રાફિકજામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!