Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : અટલ બ્રિજ પરથી યુવકે નદીમાં ઝંપલાવ્યું, બે કલાક બાદ મળ્યો મૃતદેહ

Share

અમદાવાદ શહેરનો અટલ બ્રિજ ફરવાનાં સ્થળોમાં હાલ લોકોનું મનપસંદ સ્થળ બની રહ્યું છે. ત્યારે મંગળવારે મોડી સાંજે આ બ્રિજ પરથી એક યુવકે નદીમાં ઝંપલાવ્યું હતુ. જે બાદ ફાયર બ્રિગેડ આ યુવકને શોધતા બે કલાકમાં જ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દૂર્ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. નોંધનીય છે કે, અટલ બ્રિજ બન્યા બાદ આપઘાત કર્યાનો આ પહેલો બનાવ છે. આ યુવક પાલનપુરનો હોવાની માહિતી મળી રહી છે.

શહેરનાં અટલ બ્રિજ પર લગાવેલી ફ્રેમ પરથી યુવકે નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જોકે, બ્રિજ પર સિક્યુરિટી અને બાઉન્સરની હાજરીમાં જ યુવકે કઇ રીતે બ્રિજ પરથી ઝંપલાવ્યું તે વિચારવાનો પ્રશ્ન છે. આ બનાવ સામે આવતાની સાથે જ લોકોમાં પણ રોષ દેખાઇ રહ્યો છે.

Advertisement

મળતી માહિતી પ્રમાણે, અટલ બ્રિજની ફ્રેમ પાસેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. પોલીસ હવે તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ મોબાઇલ નદીમાં પડનાર યુવકનો જ છે કે નહીં. આ ઉપરાંત આ યુવક કોણ છે અને આપઘાત પાછળના કારણ અંગે પણ તપાસ કરી રહી છે.


Share

Related posts

ઝગડિયાની પેપ્સિકો કંપની ની કામદારના મૃત્યુ સંદર્ભે કોર્ટમા પેશી ફેક્ટરી એક્તના ભંગ બદલ ઝગડીયા કોર્ટમા સુનાવણી ઓગષ્ટ માસમા લાપરવાહીના કારણે મૃત્યુ નીપજ્યુ હતુ.

ProudOfGujarat

વાગરા ના ચાંચવેલ વિસ્તાર માંથી ગેરકાયદેસર ગાંજા ના જથ્થા સાથે એક ઈસમ ને ઝડપી પાડતી એસ, ઓ, જી ભરૂચ

ProudOfGujarat

ડભોઈ નગરપાલિકામાં કોરોના વાઇરસની ગ્રાન્ટનાં દુર ઉપયોગને લઈ સભ્યોમાં નારાજગી !!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!