Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઈ નગરપાલિકામાં કોરોના વાઇરસની ગ્રાન્ટનાં દુર ઉપયોગને લઈ સભ્યોમાં નારાજગી !!

Share

ડભોઇ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો ભોરીંગ ફૂંફાડા મારી રહયો છે અને રોજ અવનવા કૌભાંડ બહાર આવી રહયાં છે. આધારભુત વર્તુળોમાંથી જાણવા મળ્યાં મુજબ દેશ દુનિયામાં કરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલને પગલે સ્વૈચ્છીક સંગઠનો અને પ્રજાજનો મુખ્યમંત્રી રાહત કોષ અને વડાપ્રધાન રાહત કોષમાં છુટા હાથે દાન આપી રહયાં છે અને ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાને કોરોના વાઇરસ સામે લડવા ગ્રાન્ટ ફળવાઇ છે જેમાં ડભોઈ નગરપાલિકાને 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાં નગરપાલિકા દ્વારા ૪૫ ડી મુજબ સામાન્ય સભાની અપેક્ષા ખાદી ભંડારમાંથી માસ્ક ૭૫૦ નંગ પ્રતિ ૩૦ ₹, ડેટોલ સાબુ ૫૦૦ નંગ પ્રતિ ૨૭ ₹, એસિડ ૧૦૦ લીટર ૩૦ ₹ પ્રતિ લીટર હેંડગ્લોઝ ૨૦૦ નંગ પ્રતિ ૪૪ ₹, ડ્રેનેજના સળીયા ૨૦ સેટ ₹ ૧,૨૫,૦૦૦, ઉભા પોતા ૧૦ નંગ પ્રતિ ૧૮૦ ₹ ની ખરીદી કરવામા આવી છે. જેને લઈ વિરોધ પક્ષના સુભાષ ભોજવાણી, યોગેશ ઠાકોર સાથે અફજલ કાબાવાલા ચિફ ઓફિસર સાથે ગ્રાન્ટના દુર ઉપયોગને લઈ ઉગ્ર રજૂઆતો કરી હતી જેમાં સેનેટાઈઝર મફત મળતું હોવા છતાંય કોરોના ગાર્ડની બોટલો ૩૬૨ નંગ પ્રતિ બોટલ ₹ ૫૦ માં ખરીદાઇ હતી. જેમાં ચિફ ઓફિસર એસ.કે. ગરવાલ દ્વારા મારે પ્રમુખ ચેરમેન સિવાય કોઈને પુછવાનુ ના હોય એમ કહેતાં હાજર નગર સેવકો ઉશ્કેરાઈ ગયા હતાં કહે છે કે ડભોઈ નગર પાલિકામાં કચ્છ ભુકંપ વખતે ખોટી હાજરી બતાવી આચરાયેલા કૌભાંડમાં ત્રણ કર્મચારીઓ સસ્પેન્ડ થયા ત્યારબાદ તાત્કાલિક પ્રમુખ ભાવનાબેન વખતે સુખડી કૌભાંડ બહાર આવવા પામેલ જેમાં નગરપાલિકાને ઠપકો આપવામાં આવેલ ત્યારે હાલના કોરોના વાઇરસમાં સરકારની ગ્રાન્ટની જિલ્લા કલેકટર તપાસ કરે તો ખાયકીની શકયતા નકારી શકાય તેમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઇ નગરમાં ડ્રેનેજનો પ્રશ્ન માથાનો દુઃખાવો બન્યો હતો ત્યારે સળીયા કેમ ન ખરીદાયા ? તેવો પ્રશ્ન વિરોધ પક્ષ ઉઠાવી રહયો છે અહીંયા ઓછું હોય એમ કોરોના વાઇરસમાં ચિફ ઓફિસરનુ મુખ્ય મથક ડભોઈ હોવા છતાં તેવો વડોદરાથી અપડાઉન કરી રહ્યા છે નગર પાલિકાના પ્રમુખના પતિ કિરીટભાઈ વસાવા અને કારોબારી ચેરમેન મુકેશ દાલ આવી પહોંચતા ચર્ચા એક તબક્કે ઉગ્ર રજૂઆત વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં હાજર કર્મચારીઓ, સભ્યોએ મામલો ઠાળે પાડેલ ત્યારે આવનાર દિવસોમાં કોરોના ગ્રાન્ટ કૌભાંડ કેવું સ્વરૂપ ધારણ કરશે એની ચર્ચાઓ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી પોસ્ટમોર્ટમ સેન્ટર ખાતે યોગ્ય વ્યવસ્થાનાં અભાવે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : AIMIM નાં અસદુદ્દીન ઓવૈસી 4 ફેબ્રુઆરીથી ગુજરાત મુલાકાતે- જાણો શું છે કાર્યક્રમો..!!

ProudOfGujarat

શું ચાંદી ફુગાવો અને અનિશ્ચિત વૈશ્વિક આર્થિક સ્થિતિમાં હેજ તરીકે કામ કરી શકે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!