Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ સહિત જિલ્લાઓમાં કમોસમી વરસાદ વિરામ લેતા ધુમ્મસનું વાતાવરણ જામ્યું

Share

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ સહિત જિલ્લાઓમાં ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટિ ઘટી હતી જેના કારણે વાહન ચાલકોમાં ભારે મુશકેલી જોવા મળી હતી.અમદાવાદમાં ગઈકાલે સાંજના સમયથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો.

મોડી રાત્રે ધોધમાર વરસાદે વાતાવરણ ઠંડુગાર બનાવી દીધું હતું. તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક જગ્યાએ કમોસમી વરસાદ તેમજ કરા પડ્યા હતા. ત્યારબાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારે આકાશમાં ધૂમમ્સ છવાઈ ગયું હતું. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધુમ્મસ છવાયુ હતું જેના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં આવેલા આ અણધાર્યા માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. ખેડુતોને ઘઉં, બટાટા, જીરું, રાયડા જેવા શિયાળુ પાકોને ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે. તો સાથે જ ચાલી રહેલા લગ્નગાળામાં પણ લગ્નની તારીખ નક્કી કરીને બેઠેલા લોકો પણ વરસાદી માહોલને કારણે મૂંજવણમાં મૂકાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં શુક્રવારે ઉત્તર-પૂર્વ દિશાના પવન વચ્ચે ઠંડી પોણા 3 ડિગ્રી સુધી ઘટી હતી. જેના કારણે ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોનું તાપમાન 11.9 થી 13.7 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જેમાં 11.9 ડિગ્રી સાથે હિંમતનગર સૌથી ઠંડું શહેર રહ્યું હતું.


Share

Related posts

ગાંધીનગર : રતનપુરમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરી વેચાણ કરતા કરિયાણાના બે વેપારી ઝડપાયા

ProudOfGujarat

હઝરત સૈયદ હશન અશ્કરી બાવા રાજપારડી તરસાલીની રાજપારડી રાત્રી મુકામ કરી સવારે સાંસરોદ જવા રવાના થશ.

ProudOfGujarat

ભરૂચની વેલ્ફેર હાઇસ્કુલમાં મુન્નવર જમા દ્વારા 40 દિવસનાં પર્સનાલિટી કોર્ષમાં 600 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!