Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદનાં અટલ બ્રિજની ટિકિટ બુક કરાવવા માટે તંત્રએ લીધો આ નિર્ણય

Share

અમદાવાદ શહેરની શાનમાં વધારો કરતુ અને શહેરના પૂર્વ અન પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ 27 ઓગસ્ટના 2022 ના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ અટલ ફુટ ઓવર બ્રિજને 27 ઓગસ્ટ 2022 ના રોજ દેશના વડાપ્રધાન PM મોદી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ બ્રિજ માટે તંત્ર દ્વારા ગત જાન્યુઆરી 2023 થી ઓનલાઈન બુકિંગનો પ્રારંભ કરાવ્યો હતો. તંત્રના આ નિર્ણયના કારણે લોકો ઘરે બેઠા જ ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકે છે. અમદાવાદ શહેરની શાનમાં વધારો કરતા અટલ બ્રિજને લઈને તંત્ર દ્વારા ઓનલાઈન બુકિંગની સુવિધા પણ આપવામાં આવી છે. અમદાવાદના લોકો હવે ઘેર બેઠાં જ અટલબ્રિજની ટિકિટ મેળવી રહ્યા છે. આ ઉપરાંત રિવરફ્રન્ટના તમામ પાર્કની સાથે અટલબ્રિજની ટિકિટ પણ નાગરિકો પોતાના ઘરેથી ઓનલાઈન બુક કરાવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા અટલબ્રિજ માટે એક ક્યૂઆર કોડ તૈયાર કરાયો છે જેને સ્કેન કરીને નાગરિકો પોતાની ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકે છે.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલે રિવરફ્રન્ટની ઓફિસિયલ વેબસાઈટ sabarmatiriverfront.com પર ઓનલાઈન ટિકિટ બુક કરવાની સુવિધા પણ ઉપલ્બધ કરી છે. આ વેબસાઈટ પરથી નાગરિકો અટલબ્રિજ, ફલાવર પાર્ક અને આ બંનેની કોમ્બો ટિકિટ બુક કરી શકે છે. જોકે રાતના સાડા 8 વાગ્યા બાદ ઓનલાઈન ટિકિટની બુકિંગ બંધ થઈ જાય છે. નાગરિકોને તેમના મોબાઈલ ફોન અને ઈ-મેઈલ દ્વારા પણ ઈ‌-ટિકિટ મેળવી શકે છે.


Share

Related posts

વાગરા ખાતે આવેલ શૌર્ય યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

ProudOfGujarat

નડીઆદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય દ્વારા આંતરરાષ્ટ્રીય ન્યાય દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નડિયાદના રસ્તા બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!