Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પરથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો

Share

ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરોની કરતુતો અટકવાનું નામ ન લેતી હોય તેમ અવારનવાર લાખોની કિંમતનો વિદેશી શરાબ જિલ્લામાં ઘુસાડવાનો ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે, જિલ્લામાં છેલ્લા બે માસમાં જ અનેક સ્થળે પોલીસ વિભાગે દરોડા પાડી કેટલાય બુટલેગરોને જેલના સળિયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એક સફળ દરોડામાં ક્રાઇમ બ્રાંચ દ્વારા લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર અન્સાર માર્કેટ પાસે વોચ ગોઠવી હતી દરમ્યાનમાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ભરેલ ટેમ્પોની તલાસી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં શરાબનો જથ્થો મળી આવ્યો હતો.

Advertisement

ક્રાઇમ બ્રાંચની ટીમે ટેમ્પો નંબર MH, 04,FD 9752 માંથી ભારતીય બનાવટનો વિદેશી શરાબ તેમજ બિયરના ટીન મળી કુલ – 7363 નંગ બોટલો મળી 11,62,000 નો મુદ્દામાલનો કબ્જો લઈ મામલે અંકલેશ્વરના કાગડી વાર વિસ્તારમાં રહેતા બુટલેગર (1) સુજાત ખાન બસીર ખાન પઠાણ (2) નાઝીમ બસીર ખાન પઠાણ (3) ખલિલ ખાન બસીર ખાન પઠાણ સહિત ટેમ્પોના ચાલકને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા ૧૫૦૬૫૯ મતથી આગળ…

ProudOfGujarat

ભરૂચ : માં દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ : પ્રોહીબિશન અને હાલોલ તાલુકામાં શરીર સંબંધી અને રાયોટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!