Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના ગોમતીપુરમાં સગીરા પર દુષ્કર્મ કરનાર યુવકને આજીવન કેદની સજા ફટકારાઇ.

Share

ગોમતીપુરમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કરી મારી નાખવા ધમકી આપનારા 34 વર્ષીય અશોક પરમારને પોક્સો કોર્ટના ખાસ જજ વી. એ. રાણાએ દોષિત ઠેરવી આજીવન કેદ ફટકારી છે. અશોક તેના જ વિસ્તારમાં રહેતી સગીરાના ઘરમાં 10 માર્ચ 2021 ના રોજ ઘૂસી ગયો હતો અને બળજબરી કરી દુષ્કર્મ કર્યું હતું. આરોપીએ સગીરાને મારી નાખવા પણ ધમકી આપી હતી, પરંતુ સગીરાએ હિંમત કરી બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ અશોકને પકડી લીધો હતો.

બાદમાં સગીરાની માતાએ ગોમતીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. કેસ ચાલી જતાં સરકારી વકીલ ભરત પટ્ટણીએ સાક્ષી અને પુરાવા તપાસી આરોપી વિરુદ્ધ ગુનો પુરવાર કર્યો હતો. આરોપીને સખત સજા માટે રજૂઆત કરાઈ હતી કે, આરોપી સામે કેસ પુરવાર થયો છે. આરોપીઓમાં કાયદાનો ડર રહે તે માટે સખત સજા ફટકારવી જોઈએ.

Advertisement

Share

Related posts

ડાકોરમાં રખડતા પશુએ અડફેટે લેતાં ૧૫ લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

છીંકતી વખતે આંખો કેમ બંધ થાય છે? તમારા શરીર સાથે જોડાયેલા આ અનોખા રહસ્ય તમે નહીં જાણતા હોય.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે “બચપન કા ઉત્સાહ, બચપન કા ચિંતન” ની ટેગલાઈન સાથે બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!