Proud of Gujarat
FeaturedGujaratINDIA

એનીમિયા કન્ટ્રોલ માટે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો.

Share

નાના બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓમાં એનીમીયાનું પ્રમાણ જોવા મળી રહ્યુ છે ત્યારે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં એનીમીયા કન્ટ્રોલ માટે આઇસીડીએસ વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. માંડલ તાલુકાના બાળકો, સગર્ભા ધાત્રી માતાઓમાં એનીમીયાનું પ્રમાણ ઘટાડવા માટે જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુના સીધા માર્ગદર્શન હેઠળ આઇઇસીની કામગીરી જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, પ્રોગ્રામ ઓફિસરની દેખરેખમાં માંડલ તાલુકાની ૯૭ આંગણવાડીઓમાં લોખંડની કઢાઇ, તવી અને તવીથાની કીટ આપવામાં આવી હતી. આંગણવાડીના બાળકોને હવે લોખંડના વાસણોમાં જ પોષણયુક્ત આહાર રાંધવામાં આવશે અને બાળકોને ભોજનમાં આપવામાં આવશે. માંડલ તાલુકાના બાળકોને કુપોષિતમાંથી પોષણયુક્ત બનાવવામાં આવશે.

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાનું પીંજરું શોભાના ગાંઠિયા સમાન બન્યું…

ProudOfGujarat

અક્ષય કુમારના ફેન્સ માટે મોટા સમાચાર, ‘રામ સેતુ’ની રિલીઝને લઈને મેકર્સે કરી આ મોટી જાહેરાત.

ProudOfGujarat

ભરૂચ વાગરા તાલુકા ના ખોજબલ ગામ ખાતે એક વર્ષીય બાળક ને ગળા ના ભાગે શ્વાન કરડી જતા બાળક નું મોત થતા ભારે ખળભળાટ મચ્યો હતો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!