Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં નકલી નોટો છાપતાં ચાર આરોપીઓ ઝડપાયા.

Share

અમદાવાદમાં નકલી ચલણી નોટોની હેરાફેરી થવાની ઘટના સામે આવી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી નકલી નોટોનું છાપકામ કરતાં શખ્સો ઝડપાયા છે. પોલીસે બાતમીના આધારે ત્રણ લોકોને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે એલસીબીના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, શૈલેષ નામનો માણસ તેની ઈકો કારમાં નકલી ચલણી નોટોનો જથ્થો લઈને ચાંદખેડા વિસ્તારમાંથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવીને શૈલેષ ક્વિશ્ચન નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી એક કોલેજ બેગમાંથી 500 ના દરની બનાવટી નોટોના 20 બંડલ મળી આવ્યાં હતાં. જેની કિંમત 10 લાખની થાય છે.

Advertisement

ત્યાર બાદ પોલીસે આ શખ્સની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે તેના મિત્ર પરાગ તથા બે મિત્રોની મદદથી દાસ્તા સર્કલ પાસે એક મકાન ભાડે રાખીને તેમાં લેપટોપ અને કલર પ્રિન્ટરો મારફતે બનાવટી ચલણી નોટો બનાવે છે. પોલીસે આરોપી શખ્સના કહેવા પ્રમાણે મકાન પર દરોડો પાડતાં મકાનમાંથી 500ના દરની નોટોના 30 બંડલ, 200ના દરની નોટોના 5 બંડલ સહિત લેપટોપ અને પ્રિન્ટર મશીન સહિતનો મુદ્દામાલ પકડાયો હતો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અમૂલ ડેરીના ચેરમેન-વાઈસ ચેરમેન તરીકે વિપુલ પટેલ અને કાંતિ સોઢાની વરણી કરાઇ.

ProudOfGujarat

વડોદરામાં સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કેવી રીતે થઈ, જાણો.

ProudOfGujarat

ઉદ્યોગ જગતમાં હાહાકાર મચાવનાર અદાણી સામે વડોદરા કોંગ્રેસ મેદાનમાં ઊતર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!