Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નશીલી કફ સિરપની બોટલો ઝડપી બે શખ્સોની અટકાયત કરી

Share

અમદાવાદમાં નશીલા દ્વવ્યોની હેરાફેરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે બજારમાં મળતી નશીલી કફ સિરપની બોટલો પણ પોલીસના હાથે ઝડપાઈ રહી છે. શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા ઓઢવમાં એક દુકાનમાંથી 57 હજારની કિંમતની 390 કફ સિરપની બોટલો ઝડપી પાડવામાં આવી છે. તે ઉપરાંત ક્રાઈમ બ્રાંચે આ કફ સિરપનો વેપાર કરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચના કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેમને ઓઢવ ગામ ત્રણ રસ્તા નજીક કડિયા નાકા ખાતે આવેલી વિનાયક પાવર ટુ નામની દુકાનમાંથી કોડિનનું ઘટક ધરાવતી કફ સિરપનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે દરોડો પાડતાં બાતમીમાં દર્શાવેલ સ્થળે કમલેશ કુમાવત અને વિપુલ માલવિયા નામના શખ્સો આવી કફ સિરપનો ગેરકાયદે વેપાર કરતાં હતાં.

Advertisement

પોલીસે તેમની પાસેથી 57 હજાર 720 રૂપિયાની 390 બોટલો સહિત 69820 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કફ સિરપનો વેપાર કરતા બંને શખ્સોને જથ્થો આપનાર મુકેશ લુહાર નામના માણસની શોધખોળ શરૂ કરી દીધી છે. તે ઉપરાંત બે શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડિયા નજીક ભુમાફિયાઓએ ખાણ અને ખનીજ વિભાગની ટિમ પર કરેલ હુમલો

ProudOfGujarat

વડોદરા કપુરાઈ ચોકડી નજીક કારમાં આગ લાગતા બે વ્યક્તિનો આબાદ બચાવ

ProudOfGujarat

ઉત્તરપ્રદેશના સોનભદ્ર વિસ્તારમાં થયેલ નરસંહારની માહિતી લેવા જતા કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના મહામંત્રી શ્રીમતી પ્રિયંકા ગાંધીને રોકવામાં આવતા ભરૂચ ખાતે તીવ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!