Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતાં બે નાં મોત

Share

નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી. કાર અને એસટી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે ૧૦ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પડીકુવળી ગયું છે. જ્યારે એસ.ટી. બસ ડિવાઇડર તોડીને હાઇવેની નીચે ઉતરી ગઇ હતી.

નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મંગળવારે સવારે અહીંયા કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બન્નેની ટક્કર એટલી જોરદાર હતી કે, કાર હાઈવે પર જ ઉથલી પડી હતી, જ્યારે એસટી બસ  રેલીંગ તોડી બાજુની સાઈડમાં ખાડામાં ઉતરી ગઇ હતી. બંન્ને વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતું. કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે એસટી ખાડામાં પડતા ઈમરજન્સી દરવાજા મારફતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં નડિયાદ, આણંદ, ઉત્તરસંડાની ૧૦૮ની પાચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સંદર્ભે તપાસ કરનાર પોલીસ અધિકારી પી.જી.પરમારે જણાવ્યું હતું કે,
આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજયા છે. જેમાં મરણજનાર જઈદઅલી સૈયદ અને બીજો તેનો મિત્ર સમીર જે બંને સાસણગીરના રહેવાસી છે. આજે તેઓ અમદાવાદથી દાહોદ જતાં હતા આ દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. આ કારમાંથી ‘MLA GUJARAT’ લખેલી નેમ પ્લેટ મળી છે. જે આઇડેન્ટી ફાઈ કરવામાં પોલીસ લાગી છે. હાલ સુધીની તપાસમાં આ બંન્નેના કોઈ મિત્ર જે અમદાવાદ ખાતે રહે છે તેની કાર હોવાનું માલુમ પડ્યું છે. જોકે આ કાર કોઈ MLA કે તેના સંબંધીની નથી.

Advertisement

Share

Related posts

અમદાવાદ-હાર્દિક પટેલના ઉપવાસનો આજે 11મો દિવસગત રાત્રીએ હાર્દિક પટેલે મનાવ્યો ભગવાનનો કૃષ્ણનો જન્મોત્સવ…

ProudOfGujarat

ભરૂચ : અકસ્માતની ઘટના તંત્રની બેદરકારીનાં કારણે બની હોય તેવું જણાવતા સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!