Proud of Gujarat
FeaturedGujaratINDIA

દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સાગરદાણ કૌભાંડ કેસમાં દોષિત જાહેર, મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટે સાત વર્ષની સજા ફટકારી

Share

આજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી આ કેસમાં દોષિત જાહેર થયા છે. આ કેસમાં કુલ 22 લોકો આરોપી છે. જેમાં 22 આરોપીઓ પૈકી 3 ના મૃત્યુ થયા છે. 2013 ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું. 2014 માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા છે. વિપુલ ચૌધરીને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે. જો તેઓ સજા પર સ્ટે માટે આગળ કાર્યવાહી નહીં કરે તો કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે.

આ કેસમાં 19 આરોપીઓ પૈકી 15 આરોપીઓને દોષિત ઠેરવીને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે. જેમાં વિપુલ ચૌધરી સહિત, પૂર્વ એમજી નિશિથ બક્ષી, પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પી.આર.પટેલ, પૂર્વ એકાઉન્ટ હેડ રશ્મિકાંત મોદી, પૂર્વ વાઇસ ચેરમેન જલાબેન ઠાકોરને સજા ફટકારવામાં આવી છે. આ સજા પર સ્ટે માટે જો આગળની કાર્યવાહી નહીં થાય તો કોઈપણ સમયે તેમની ધરપકડ થઈ શકે છે.

Advertisement

દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો હતો. ગત વર્ષે આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા હતા. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલ્યું, એ જ અરસામાં શકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા.

વિપુલ ચૌધરી ઉપર એનડીડીબીના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ લાગ્યો છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACB એ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. તમને જણાવી દઇએ કે, વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂ. 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડોમાં પ્રોત્સાહન બોનસ ચૂકવી તેની 80 ટકા રકમ પરત મેળવી જ્વેલરીમાં રોકાણ કરવાના તથા મહારાષ્ટ્રમાં વિનમૂલ્યે સાગરદાણ મોકલી મંડળીને 22 કરોડનું નુકસાન કરવા સહિતના કેસમાં સી.આઇ.ડી.એ છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.


Share

Related posts

ઝઘડિયા તાલુકાના અશા ગામે બનતા આશા માલસર બ્રિજ પાસે અશા ગામના બે મિત્રો ડૂબ્યા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં દૂરથી ચાલતાં આવતા કામદારો માટે વાહનની વ્યવસ્થા કરી તેમના વતન સુધી પહોંચાડવા માટે સેવાભાવી લોકોએ મદદ કરી.

ProudOfGujarat

નિવૃતિ બાદ પ્રવૃતિમય જીવનગાળી કેન્વાસ પર 500 થી વઘુ પક્ષીઓના અને 1000 પોસ્ટ કાર્ડ પર અદ્ભૂત પેઇન્ટિંગ બનાવનાર નિવૃત્ત શિક્ષક રતિલાલ મંડલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!