Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ એલર્ટ, 100 થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ

Share

ઈસ્કોન બ્રિજના અકસ્માત બાદ પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. નાકાબંધી કરીને વાહન ચેકીંગ હાથ ધર્યું છે. સ્પીડ ગન અને બ્રેથ એનલાઈઝરની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક વાહન ચાલકો પીધેલી હાલતમાં ઝડપાઈ રહ્યા છે. કેટલાકની પાસે દારુની બોટલો પણ મળી આવી છે.

100 થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. રોડ સેફ્ટી માટે બોડીવોર્ન કેમેરા, સ્પીડ ગન, બોડી વોર્ન કેમેરા, બ્રિથ એનલાઈઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે. જેથી પુરતા પુરાવા સાથે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Advertisement

તથ્ય કાંડની ઘટના બાદ ઈસ્કોન બ્રિજ પરના અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા છે ત્યારે અમદાવાદ શહેરના રોડને રેસિંગ કારની જેમ ચલાવતા યુવાનોને સબક શિખવવા માટે પોલીસ હવે એલર્ટ બની છે. જો કે, અગાઉ પણ સ્ટંટ કરતા વીડિયો સામે આવ્યા હતા ત્યારથી આ મામલે કડકાઈ વધારવાની વધુ જરુર હતી. જોકે, હવે પોલીસે શહેરમાં ડ્રાઈવ શરુ કરી છે. જેમાં રાત્રિ દરમિયાન આ ડ્રાઈવ સઘન રીતે ચલાવવામાં આવશે.


Share

Related posts

ઉઠાંતરી કરેલ મોટર સાયકલ સાથે રીઢો ગુનેગાર ઝડપ વામાં પેરોલ ફ્લો સ્કૉડ ને સફળતા સાપડી

ProudOfGujarat

ભરૂચમાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાંધકામ શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાયો

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર આજ સાંજથી બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!